બુધવાર, 15 ઑગસ્ટ, 2018


મોદી સરકારની મહત્વકાંક્ષી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ 25 સપ્ટેમ્બરે લોન્ચ થશે

 

- દેશના 10 કરોડ પરિવારોને મળશે 5 લાખ સુધીનુ હેલ્થ કવર

 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે 25 સપ્ટેમ્બરે હેલ્થકેર સ્કીમ આયુષ્માનભારતનુ પંડિત દિન દયાલ ઉપાધ્યાયના જન્મ દિવસે લોન્ચિંગ કરાશે.

 

તેમણે કહ્યું હતું કે આ સ્કીમના કારણે 50 કરોડ ભારતવાસીઓને ફાયદો થશે.ભારતના ગરીબોને ગરીબીમાંથી ઉપર ઉઠાવવા માટે તબીબી સારવાર રાહત દરે મળી રહે તે જરુરી છે.આયુષ્મભારત સ્કીમમાં ઓનલાઈન ટેકનોલોજી અગત્યનો ભાગ ભજવશે.જેનુ ટેસ્ટિંગ ચાર થી 6 વીકમાં પુરુ થશે.

ઉલ્લેખીય છે કે આયુષ્માનભારત સ્કીમ હેઠળ 5 લાખ રુપિયા સુધીનુ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર સરકાર આપશે.આ સ્કીમનો લાભ 10 કરોડ પરિવારોને મળે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.

 
ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજને લઈને નીકળી શૌર્યયાત્રા


ગાંધીનગરમાં 72માં સ્વતંત્રતા દિવસ પર શૌર્યયાત્રાનું આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પોહળા રાષ્ટ્રધ્વજને લઈને આ શૌર્ય યાત્રા નીકળી હતી. આ યાત્રામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈને શૌર્ય યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરના સમગ્ર માર્ગપર તિરંગાથી અનેરો રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના યુવાનોએ આ શૌર્યયાત્રાનું ફૂલોથી સ્વાગત કરી ચોકલેટ વિતરણ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપ્યો હતો.

ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વાર આટલા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ પ્રથમ રેલી હતી. આ શૌર્યયાત્રા ગાંધીનગરમાં 8 કિલોમીટર ફરી હતી. ગાંધીનગરની એક સામાજિક સંસ્થા અને સ્કૂલ સંચાલકોને સહયોગથી આ શૌર્યયાત્રાનું કરાયું હતું આયોજન કરાયું હતું.

 
સુરેન્દ્રનગર ખાતે CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, નવી એગ્રીકલ્ચર કોલેજની જાહેરાત



- આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે.

- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતેથી ધ્વજવંદન કરીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

સમારંભમાં વિજય રૂપાણીએ વિવિધ જાહેરાતો  કરતા જણાવ્યું કે,

  • ચેન સ્નેચિંગ કેસ માં 10 વર્ષ ની સજા નો કાયદો બનાવવામાં આવશે.
  • 31 ઓક્ટોબરે સરદાર પટેલ નું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ નું લોકાર્પણ કરાશે.
  • ધોલેરાની સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલોપ કરવાનો પ્રયાસ છે.
  • સેવા સેતુ નો 4 તબક્કો 24 ઓગસ્ટ થી રાજ્ય માં શરૂ કરાશે.
  • સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે.
  • પાટડી તાલુકા ના નવી gidc શરૂ કરાશે.
  • ઓટોહબ નો લાભ આખા રાજ્યને મળશે.
  • સાથડીની નવી જમીન 30000 rs હેકટર દીઠ આપવામાં આવશે, પહેલા 15000 rs હેકટર દીઠ આપવામાં આવતા હતા.

ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે  પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યુ હતુ. CM રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કર્યા હતા. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.