બુધવાર, 15 ઑગસ્ટ, 2018

ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજને લઈને નીકળી શૌર્યયાત્રા


ગાંધીનગરમાં 72માં સ્વતંત્રતા દિવસ પર શૌર્યયાત્રાનું આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં 551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પોહળા રાષ્ટ્રધ્વજને લઈને આ શૌર્ય યાત્રા નીકળી હતી. આ યાત્રામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈને શૌર્ય યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરના સમગ્ર માર્ગપર તિરંગાથી અનેરો રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. મુસ્લિમ સમાજના યુવાનોએ આ શૌર્યયાત્રાનું ફૂલોથી સ્વાગત કરી ચોકલેટ વિતરણ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપ્યો હતો.

ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વાર આટલા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ પ્રથમ રેલી હતી. આ શૌર્યયાત્રા ગાંધીનગરમાં 8 કિલોમીટર ફરી હતી. ગાંધીનગરની એક સામાજિક સંસ્થા અને સ્કૂલ સંચાલકોને સહયોગથી આ શૌર્યયાત્રાનું કરાયું હતું આયોજન કરાયું હતું.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો