29th September - World Heart Day
વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા બનાવેલ, વર્લ્ડ હાર્ટ ડે વિશ્વભરના લોકોને જાણ કરે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક(CVD - Cardiovascular diseases ) ના કારણે દર વર્ષે 18.6 મિલિયન લોકોના જીવ લેવાય છે.તમાકુનો ઉપયોગ, બિનઆરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને, હૃદયરોગ અને સ્ટ્રોકથી ઓછામાં ઓછા 80% અકાળે થતા મૃત્યુને ટાળી શકાય તે માટે લોકોમા જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ઉજવવામા આવે છે.
યુવાવર્ગ માં હૃદયરોગ નું પ્રમાણ વધવાનુ કારણ તમાકુ, ખરાબ જીવશૈલી, તણાવ જવાબદાર છે.
હૃદયરોગ ના કારણો:
· ડાયાબિટીસ
· પ્રેશર
· જાડાપણું
· લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોવું
· જંક્ફુડ
· કસરતનો અભાવ
· ઉમર
· વારસાગત