કલમ 370ની નાબુદીને લોકસભાની મહોર
- પીઓકે અને અક્સાઈ ચીન
ભારતનો જ ભાગ, તેના માટે જીવ આપીશું :
અમિત શાહ
- 370 નાબુદીના પ્રસ્તાવના સમર્થનમાં 351 અને વિરોધમાં 72 મત
કાશ્મીર પુનર્ગઠન બિલના સમર્થનમાં 370 અને વિરોધમાં 70 મત પડયા
ફારુક અબ્દુલ્લાને કોઇએ કેદ નથી કર્યા, લમણે બંદુક
રાખીને તો તેમને બહાર ન લાવી શકાય : ગહ પ્રધાન
મને આશા છે કે કલમ 370 નાબુદ કરવાના
કેન્દ્રના નિર્ણયથી કાશ્મીરીઓને ફાયદો થશે : માયાવતી
કેન્દ્રની
મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને નાબુદ કરી
દીધી છે. આ કલમની નાબુદી માટે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે રાજ્યસભા બાદ
લોકસભામાં પણ પ્રસ્તાવ રજુ કર્યો હતો. લોકસભામાં બહુમત હોવાથી સરકારે આ પ્રસ્તાવને
પસાર કરી દીધો છે.
આ ઉપરાંત
કાશ્મીર પૂનર્ગઠન બિલને પણ પસાર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન જ્યારે આ બિલ પર
ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે આક્રામક ભાષણ આપતા
કહ્યું હતું કે પીઓકે પણ ભારતના કાશ્મીરનો જ ભાગ છે, કાશ્મીર અને પીઓકે માટે હું મારા
પ્રાણ આપવા માટે પણ તૈયાર છું.
અમિત શાહે
લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન પર જમ્મૂ તેમજ કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત
પ્રદેશ જાહેર કરવા, તેમજ 370ને નાબુદ કરવાના પ્રસ્તાવ સંબંધી
સંકલ્પને રજુ કર્યો હતો. દરમિયાન પીઓકેનું શું થશે તે અંગે જવાબ આપતા અમિત શાહે
કહ્યું હતું કે હું જ્યારે પણ કાશ્મીર બોલુ ત્યારે તેમાં પીઓકે પણ આવી જ જાય, આ બન્ને માટે
હું પ્રાણ આપવા પણ તૈયાર છું. અક્સાઇ ચીન પણ ભારતનો જ ભાગ છે.
અમિત શાહે
ફારુક અબ્દુલ્લાને નજર કેદ કરાયા હોવાના દાવાને ફગાવ્યા હતા. શાહે કહ્યું હતું કે
ફારુક અબ્દુલ્લાને અમે બંદુકની અણીએ બહાર ન લાવી શકીએ, તેઓ જુઠ બોલી
રહ્યા છે કે તેમની ધરપકડ કરાઇ છે. તેઓ જાતે જ બહાર નાથી આવતા તો અમે શું કરી શકીએ.
બીજી તરફ અન્ય પક્ષોએ આર્ટિકલ 370 અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો
હતો.
તણમુલ
કોંગ્રેસના નેતા અને પ. બંગાળના મુખ્ય પ્રાધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે
જમ્મુ કાશ્મીરના ભાગલા પાડવાના સરકારના નિર્ણયનો ટીએમસી આક્રામક રીતે વિરોાધ કરશે.
અમિત શાહે લોકસભામાં રજુ કરેલા કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલનો મમતાએ ઉલ્લેખ કર્યો
હતો અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરવાનો નિર્ણય યોગ્ય નાથી
તેાથી અમે તેનો વિરોાધ કરીશું. રાજ્યસભામાં આર્ટિકલ 370 મુદ્દે
સરકારને સમાર્થન આપનારા બસપાના વડા માયાવતીએ કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે
આર્ટિકલ 370 રદ થવાાથી કાશ્મીરની જનતાને તેનો વધુ ફાયદો થશે.
બીજી તરફ
રાજ્યસભામાં પસાર થઇ ચુકેલા બિલોને લોકસભામાં રજુ કરવામા આવ્યા હતા. લોકસભામાં
જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને પસાર કરી દેવામાં આવ્યું છે જેને હવે રાષ્ટ્રપતિ
સમક્ષ મોકલવામાં આવશે.મંગળવારે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલના સમાર્થનમાં 370 મત પડયા હતા
જ્યારે વિરોાધમાં 70 વોટ પડયા હતા.
દરમિયાન
સમાજવાદી પાર્ટીએ પોતાને વિટંગાથી જ દુર કરી લીાધી હતી અને લોકઆઉટ કર્યું હતું.
વિપક્ષનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે જો નેહરુએ સૈન્યને પુરી છુટ આપી હોત તો
પીઓકે પણ ભારતનો જ ભાગ હોત. દરમિયાન બીજેડીએ પણ લોકસભામાં સરકારના બિલને સમાર્થન
આપ્યું હતું. જ્યારે આર્ટિકલ 370ને નાબુદ કરતા પ્રસ્તાવને પણ
લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના સમાર્થનમાં 351 જ્યારે
વિરોાધમાં 72 મત પડયા હતા.
જમ્મુ કાશ્મીર અનામત બિલને
લોકસભામાંથી પરત ખેંચાયું
કેન્દ્રીય ગહ
પ્રધાન અમિત શાહે લોકસભામાં જે બિલ રજુ કર્યા હતા તેમાં જમ્મુ કાશ્મીર અનામત બિલનો
પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં શાહે આ બિલને પરત લઇ લીધુ હતું. અગાઉ આ જ બિલને
રાજ્યસભામાં પણ રજુ કરાયું હતું,
અમિત શાહે
કહ્યું હતું લોકસભાની જેમ જ રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લઇ લેવામાં આવશે. બાદમા
સ્પીકરે અમિત શાહની રજુઆતને માન્ય રાખી હતી. અમિત શાહે બિલ પરત લેવાનું કારણ
જણાવતા સ્પષ્ટતા કરી હતી,
તેમણે કહ્યું
હતું કે આર્ટિકલ 370 નાબુદ થતા જ અનામત પણ આપોઆપ લાગુ થઇ
જશે માટે બિલની જરુર નથી. રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લેવાનો પ્રસ્તાવ મુકવામાં
આવશે. જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિત શાહે કહ્યું હતું કે અમે ઐતિહાસિક
ભૂલને સુધારવા જઇ રહ્યા છીએ, આર્ટિકલ 370 હટતા જ
કાશ્મીરમાં વિકાસ થવાનું શરુ થઇ જશે.
સાથે તેમણે કહ્યું કે આ કલમ હટતા જમ્મુ કાશ્મીર અનામત(બીજો
સુધારો) 2019 બિલની જે જોગવાઇઓ છે તે 370
નાબુદ થતા લાગુ થઇ જશે.
તેથી તેના માટે આ બિલને પસાર કરવું જરુરી છે.
જમ્મુ-કાશ્મીર ખરડો એક યાદગાર બાબત
નવી સવાર રાહ જોઇ રહી છે: મોદી
મોદી-શાહે ઇતિહાસમાં સ્થાન મેળવ્યું :
જેટલી
વડા પ્રધાન
મોદીએ આજે કહ્યું હતું કે સંસદમાં જમ્મુ-કાશ્મીરનો રજૂ કરાયેલો
ખરડો એક ઐતિહાસિક સિધ્ધિ છે અને સંસદીય લોકશાહીમાં યાદગાર દિવસ છે.રાજ્યોના લોકો
એક નવી સવારની રાહ જોઇ રહ્યા છે જે હવે સ્થાપિત હિતોની સાંકળોથી મૂક્ત છે. '
આપણે બધા સાથે
છીએ. અને ભવિષ્યમાં પણ સાથે જ રહીશું. આપણે 130 કરોડ ભારતવાસીઓના સપનાને પુરો કરીશું.
આપણી સંસદિય લોકશાહીમાં આ એક યાદગાર દિવસ છે જેમાં પ્રચંડ બહુમતીથી જમ્મુ અને
કાશ્મીરનો ખરડો પસાર કરી દેવાયો હતો'એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન પૂર્વ
નાણા મંત્રી અરણ જેટલીએ કહ્યું હતું કે મોદી એ ઇતિહાસમાં સ્થાન મેળવી લીધું છે.
મોદીએ કહ્યું હતું કે 'વર્ષો સુધી સ્થાપિત હિતોએ ક્યારે પણ
રાજ્યના લોકોની પરવા કરી ન હતી. જમ્મુ અને કાશ્મીર હવે તેમની સાંકળોથી મૂક્ત છે.
કાશ્મીરીઓ માટે એક નવી સવાર તેમની રાહ જોઇ રહી છે. આવતી કાલ સૌની સારી હશે'એમ તેમણે
કહ્યું હતું.