મંગળવાર, 6 ઑગસ્ટ, 2019

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું અવસાન

 

- હું આજે બહુ જ ખુશ છું, આર્ટિકલ 370 નાબુદ થાય તે મારા જીવનનું સપનું હતું

- મોદીજીનો ખુબ આભાર: 7:30 વાગ્યે સુષમાનું છેલ્લું ટ્વિટ


પૂર્વ વિદેશ પ્રાધાન અને ભાજપના વરીષ્ઠ નેતા સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે, તેમને રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો જેને પગલે તેમને તાત્કાલીક દિલ્હીના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.  
સુષમા સ્વરાજે મંગળવારે સાંજે આર્ટિકલ 370 નાબુદ થવા અંગે ટ્વિટ કર્યું હતું, જે બાદ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલીક તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ રાત્રે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષમા સ્વરાજે છેલ્લુ ટ્વિટ મંગળવારે સાંજે 7.23 કલાકે કર્યું હતું, તેમણે લખ્યું હતું કે આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રાધાન મંત્રીજીને શૂભકામના, હું મારા જીવનમાં આ દિવસની જ પ્રતિક્ષા કરી રહી હતી.  તેઓ સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ પણ રહી ચુક્યા છે.
14મી ફેબુ્રઆરી 1953ના રોજ સુષમા સ્વરાજનો જન્મ હરિયાણામાં થયો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ સભ્ય રહી ચુક્યા છે. 1973માં સુષમા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શર કરી હતી. 1970માં જ તેમણે રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. જેપીની ચળવળમાં સુષમા સ્વરાજે સક્રીય રીતે ભાગ લીધો હતો. દેશમાં કટોકટી લાદવામાં આવી તે બાદ સુષમા સ્વરાજ ભાજપ સાથે જોડાયા હતા. 1977ાથી 1982 સુધી તેઓ હરિયાણા વિાધાનસભામાં ધારાસભ્ય પણ રહ્યા.
1998માં કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમનું સ્વાસ્થ્ય અતી નબળુ હોવાથી તેમણે સામે ચાલીને લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. રાજકારણમાંથી નિવત્તી બાદ સુષમા સ્વરાજ પોતાના નિવાસ સથાને આરામ કરી રહ્યા હતા.
તેમણે અંતીમ ટ્વિટમાં લખ્યું હતું કે વડા પ્રાધાન મોદીજી તમારો ખુબ ખુબ આભાર માનુ છું, હું આજના આ દિવસનો જિવનભર રાહ જોઇ રહી હતી. હું આજે બહુ જ ખુશ છું. તેમના આ ટ્વિટના થોડા જ સમય બાદ સુષમા સ્વરાજને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને તાત્કાલીક એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું નિાધન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો