12મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય
રહ્યુ હતુ
-૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું
-૧૩ મી અને
૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

ઇસ ૫૩૦માં કાશ્મીર ઘાટી સ્વતંત્ર બની
પરંતુ ત્યાર પછી તે ઉજજૈન સમ્રાજયનો ભાગ બન્યું હતું. વિક્રમાદિત્ય રાજવંશના પતન
પછી કાશ્મીરમાં સ્થાનીક શાસકો રાજ કરવા લાગ્યા હતા. હિંદુ અને બૌધ્ધ સંસ્કૃતિનો
સમન્વય શરુ થયો હતો. કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય (૬૯૭ થી ૭૩૮) સુધી
પ્રસિધ્ધ થયા હતા.જેમનું સમ્રાજય પૂર્વમાં બંગાળસ દક્ષિણમાં કોંકણ,ઉત્તર
પશ્ચીમમાં તુર્કિસ્તાન અને ઉત્તર પૂર્વમાં તિબેટ સુધી ફેલાયેલું હતું. લલિતાદિત્યએ
અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું.

કાશ્મીરમાં ઇસ્લામનું આગમન ૧૩ મી અને
૧૪ મી શતાબ્દિ દરમિયાન થયું હતું. મુસ્લિમ શાસકોમાં જૈન ઉલ આબદીન (ઇસ ૧૪૨૦-૭૦)માં
સૌથી પ્રસિધ્ધ થયો હતો. તાતરોના હુમલા પછી હિંદુ રાજા સિંહદેવ કાશ્મીર છોડી ગયા
હતા. ત્યાર પછી ચક શાસકોએ હૈદરશાહની સેનાને ખદેડીને ઇસ ૧૫૨૬ સુધી રાજ કર્યુ હતું.
ઇસ ૧૫૮૬માં અકબરે કાશ્મીર જીત્યુ અને ૧૭૫૨માં મોગલ શાસન નબળુ પડતા અફઘાનિસ્તાનના
અહમદ શાહ અબ્દાલીએ પડાવી લીધું. ૬૭ વર્ષ સુધી અફઘાનોના પઠાણોનું કાશ્મીરમાં રાજ
રહયું હતું. કાશ્મીરના જમ્મુ સ્થળનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે.

અખુનર ક્ષેત્રમાંથી હડપ્પા કાલીન
અવશેષો તથા મૌર્ય કુશાણ અને ગુપ્તકાળની કલાકૃતિઓ મળે છે. જમ્મુ ૨૨ જેટલા નાના મોટા
રજવાડાઓમાં વહેચાયેલું હતું. ઇસ ૧૭૩૩ થી ૧૭૮૨ સુધી રાજા રંજીતદેવે જમ્મુ પર શાસન
કર્યુ હતું પરંતુ તેમના ઉતરાધિકારીઓ નબળા પાકયા હતા. આથી મહારાજા રણજીતસિંહે
જમ્મુને પંજાબ સાથે ભેળવી દીધું હતું. ત્યાર પછી ઇસ ૧૮૪૬માં ડોગરા શાહી ખાનદાનના
વંશજ રાજા ગુલાબસિંહને જ્મ્મુ સોંપી દીધું હતું. ગુલાબસિંહના શાસનમાં સમગ્ર જમ્મુ
કાશ્મીર આવી ગયું હતું. ૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું. ૨૬
ઓકટોબર ૧૯૪૭ના રોજ ભારતીય સંઘમાં એક સમજૂતી હેઠળ તેનો વિલય થયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો