મંગળવાર, 21 ઑગસ્ટ, 2018
ગુગલે કર્યુ ડુડલ : પોતાની કલમને બંદૂક
બનાવીને મહિલાઓ માટે લડત લડનારી દબંગ લેખિકાની વાર્તા
21મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ લેખક
ઇસમત ચુગતાઈની 107મી જન્મ જયંતિ છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી છે. ચુગાતાઈ તેમની વાર્તાઓ દ્વારા વિશ્વની સામે મહિલાઓ માટે લડાઇ લડવા માટે જાણીતા
છે. કેટલાક લોકો તેમને ઇસ્મત આપા કહે છે
ગૂગલે
પોતાના ડૂડલમા ઇસમત ચુગતાઈને સફેદ સાડી પહેરેલ બતાવ્યા છે તેમજ આ ડૂડલમાં લખતા બતાવ્યા
છે. ચુગતાઈ નો જન્મ 21 ઓગસ્ટ, 1915 ના રોજ ઉત્તર પ્રદેશના બદાયુમાં થયો હતો. કેટલાક
લોકો માને છે કે તેમનો જન્મ 15 ઓગસ્ટ, 1915 ના રોજ થયો હતો
ચુગતાઈએ સમગ્ર
જીવન પોતાનિ પેનને બંદૂક બનાવીને મહિલાઓના અધિકાર માટે સંઘર્ષ કર્યો. તેમણે પોતાના લેખન દ્વારા, મહિલાઓના દબાઇ ગયેલા અવાજને
વિશ્વની સામે ઉઠવ્યો હતો.
1942માં, તેમણે
સૌથી વધુ વિવાદાસ્પદ વાર્તા લખી, 'લિહાફ', જેના કારણે તેમણે લાહોર હાઈકોર્ટમાં દાવો માંડ્યો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ લેખમાં ચુગતાઈએ અશ્લીલતા દર્શાવી હતી. જો કે આ કેસ પાછળથી બરતરફ કરવામાં આવ્યો હતો. આ
વાર્તા ભારતીય સાહિત્યમાં લેસ્બિયન પ્રેમની પ્રથમ વાર્તા છે.
ચુગાતાઇએ તેમની
પ્રથમ વાર્તા 1939માં લખી હતી, જે પ્રતિષ્ઠિત સામયિક સાકીમાં પ્રકાશિત
થઈ હતી. આ પછી પણ, તેમણે અનેક
કથાઓ લખી હતી જેના કારણે તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
24 ઓક્ટોબર, 1991 ના રોજ,તેઓ મૃત્યુ
પામ્યા હતો,
દંગલ પાર્ટ-2 : ફોગાટની
મહિલા કુસ્તીમાં ભારતને 'ગોલ્ડન' ગિફ્ટ
- એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા રેસલર બની
- ફાઇનલમાં વિનેશે જાપાનની યુકીને 6-2થી પરાજય આપ્યો
ભારતની રેસલર
વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ-૨૦૧૮ની વિમેન્સ રેસલિંગ સ્પર્ધાના ૫૦ કિલોગ્રામ
વજનજૂથમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ વિનેશ ફોગાટ એશિયન
ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા રેસલર બની ગઇ છે.
વિનેશનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૯૪ના હરિયાણાના બલાલી
ગામમાં થયો હતો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)