સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

Income-tax department to launch Project Insight


Project Insight, the income-tax (I-T) department’s ambitious project to effectively utilize the vast amount of information at its disposal more effectively to track tax evaders, will roll out from May 2017.
As a step in that direction, the tax department has signed a contract with L&T Infotech Ltd for its implementation.
The project will be rolled out in three phases, with the first phase being implemented from May 2017.
This integrated platform would play a key role in widening of tax base and data mining to track tax evaders. The new technical infrastructure will also be leveraged for implementation of Foreign Account Tax Compliance Act Inter Governmental Agreement (FATCA IGA) and Common Reporting Standard (CRS).
Benefits

Project Insights will play key role in widening of tax base and data mining to track tax evaders. It will help in catching tax evaders in non-intrusive manner like search and seizure. It will help to promote voluntary compliance and also enable taxpayers to resolve simple compliance and also enable taxpayers to resolve simple compliance related issues in online manner without visiting Income tax office.

Nirmala Sitharaman flags-off all-women crew of Navika Sagar Parikrama


Defence Minister Nirmala Sitharaman flags-off all-women crew of Navika Sagar Parikrama from Panaji.

The crew of the 'Sagar Parikrama' comprises of six-member all women team on board the sailing vessel INSV Tarini. This is the first-ever Indian circumnavigation of the globe by an all-women crew.

The team comprises of- Lt Cdr Vartika Joshi and Lt Payal Gupta from Uttarakhand, Lt Cdr Pratibha Jamwal from Himachal, Lt Cdr P Swathi from Andhra Pradesh, Lt Aishwarya Boddapati from Telangana and Lt Shourgrakpam Vijaya Devi hailing from Manipur.

Vartika Joshi has rich sailing experience and has led INSV Mhadei as well as INSV Tarini.




અવળચંડા વિમાની મુસાફરો વિરૃદ્ધ ઉગ્ર પગલાં ભરવાની સરકારની જાહેરાત


વિમાનમાં ખરાબ વર્તન કરતા મુસાફરોના કિસ્સા વધ્યા છે. એવા મુસાફરો સામે આકરા પગલાં ભરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તૈયારી શરૃ કરી દીધી છે. સરકારના સિવિલ એવિએશન મંત્રાલયની જાહેરાત પ્રમાણે વિમાન પ્રવાસ દરમિયાન ક્રુ-મેમ્બર્સ સાથે કે સાથી પ્રવાસીઓ સાથે કોઈ પેસેન્જર ખરાબ વર્તન કરશે તો તેની સામે વિમાની મુસાફરી ઉપર આજીવન પ્રતિબંધ સુધીના પગલાં ભરાશે. 

આવાં મુસાફરો વિરૃદ્ધ ત્રણ સ્તરે પગલાં ભરાશે. 

  • પ્રથમ લેવમાં પ્રવાસ દરમિયાન ગાળા-ગાળી કરનારા પેસેન્જર ઉપર ત્રણ માસનો ફ્લાઈંગ પ્રતિબંધ મુકાશે. 
  • બીજા લેવલમાં ક્રુ-મેમ્બર્સ કે અન્ય કોઈને શારીરિક રીતે ઈજા કરનારા પેસેન્જર સામે ૬ મહિનાનો પ્રતિબંધ મૂકાશે. 
  • આ બંને પ્રતિબંધ કે બંનેમાંથી એક પ્રતિબંધ ભોગવ્યા પછી ય કોઈ મુસાફર ખરાબ વર્તન ચાલુ રાખશે તો તેની સામે બે વર્ષથી લઈને આજીવન ફ્લાઈંગ પ્રતિબંધ મૂકાશે. 


સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ મુસાફર ઉપર પગલાં ભરવા માટે પાઈલટ ફરિયાદ કરશે પછી તેના ઉપર એરલાઈન્સની કમિટી તપાસ કરશે. તપાસ સમિતિએ ૩૦ દિવસમાં અહેવાલ આપવાનો રહેશે. એ પછી ઉડ્ડયન મંત્રાલય જે તે પેસેન્જર ઉપર પ્રતિબંધ મૂકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જયંત સિન્હાએ આ ત્રણે સ્તરે પગલાં ભરાશે તેવી જાણકારી આપી હતી. રાજ્યમંત્રીએ કહ્યું હતું કે વિમાનમાં પ્રવાસ કરતા યાત્રિકોની સુવિધા અને સુરક્ષા વધે તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.




હવે ડ્રાઈવિંગ લાયસન્સ જોડે રાખવાની ઝઝંટમાંથી મળશે છુટકારો


જો આપને ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીની RC બુક રાખવાની ઝઝંટથી છુટકારો જોઈએ છે અને જો તમે આ બંને મહત્વની વસ્તુને ઘરે ભૂલી જાઓ તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આવુ થશે તોય પોલીસ તમને મેમો આપશે નહીં. કેમકે હવે આ બંને ડોક્યુમેન્ટની હાર્ડકોપીને જોડે રાખવાની જરૂરિયાત ઉપર પૂર્ણ કરી દેવાઈ છે. તમે તેની સોફ્ટકોપી સાથે રાખી શકશો પરંતુ તે તમારા ડિજિટલ લોકરમાં હોવી જોઈએ. જેમાંથી ટ્રાફિક પોલીસ તમારા ડ્રાઈવિંગ લાયસન્સને વેરીફાઈ કરશે.

શું છે ડિઝીટલ લોકર?
ડિજિટલ લોકર PM નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો મહત્વનો ભાગ છે. ડિજિટલ લોકરનો ઉદ્દેશ ભૌતિક દસ્તાવેજોનો ઓછો ઉપયોગ કરવા અને એજન્સીઓની વચ્ચે ઈ-દસ્તાવેજોના આદાન-પ્રધાનને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં એકાઉન્ટ બનાવીને તમે જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજોને ઓનલાઈન સ્ટોર કરી શકો છો. ડિજિટલ લોકરમાં ઈ-સાઈનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રીતથી સહી કરવા માટે કરી શકાશે.

કેવી રીતે બનાવશો ડિજિટલ લોકર?
ડિજિટલ લોકર અથવા ડિજિલોકરનો ઉપયોગ કરવા માટે તમારે https://digitallocker.gov.inપર તમારુ એકાઉન્ટ બનાવવુ પડશે. જેના માટે તમારે તમારા આધારકાર્ડ નંબરની જરૂર પડશે. સાઈટ પર સાઈનઅપ કરવા માટે આધાર નંબર માંગવામાં આવશે અને બે વિકલ્પ યુઝરના વેરિફિકેશન માટે ઉપલબ્ધ છે. પહેલું ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જેના પર ક્લિક કરવાથી તમારો જે મોબાઈલ નંબર આધારકાર્ડમાં આપ્યો હશે તેમાં આ પાસવર્ડ આવશે. જો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું ચિહ્ન પસંદ કરશો તો એક પેજ ખૂલશે જ્યાં આંગળીઓના નિશાન પર પોતાના અંગૂઠાનું નિશાન લગાવવું પડશે. જો નિશાન વૈધ છે તો પણ યુઝરનું વેરિફિકેશન થઈ શકશે અને તે બાદ તમે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો.

સરકારી વિભાગો અને એજન્સીઓની સાથે કરી શકશો શેર
તમે જે પણ પેપર અપલોડ કરો છો અથવા વિભિન્ન એજન્સીઓ તમને પેપર આપે છે તેની સામે શેરનો વિકલ્પ આપ્યો હશે જેમાં તમે શેરના વિકલ્પ પર ક્લિક કરશો તો એક ડાયલોગ બોક્સ ખૂલશે. એ ડાયલોગ બોક્સમાં તમે જે પણ વ્યક્તિ અથવા સંસ્થાને જે પેપર શેર કરવા માંગો છો તેમનો ઈ-મેલ આઈડી નાખશો અને શેર પર ક્લિક કરશો તો તેના સંબંધિત મેલ આઈડી પર પેપરોની લિંક મેલ થઈ જશે, જેનો તે ઉપયોગ કરી શકશે.

આ લોકરમાં PDF, JPG.JPEG, PNG, BMP, GIF ફોરમેટની ફાઈલો સેવ કરી શકાશે. અપલોડ કરવામાં આવતી ફાઈલોની સાઈઝ 1 MB થી વધારે ના હોવી જોઈએ. અત્યારે દરેક યુઝરોને 10 MBની સ્પેસ મળશે જેને પછી વધારીને 1 GB કરવાનો પ્રસ્તાવ છે. આ સુવિધાથી ઓનલાઈન ડોક્યુમેન્ટની પ્રામાણિકતા સુનિશ્ચિત થશે.

ડિજિટલ લોકર શા માટે?
આ પ્રકારની સુવિધા માટે ડિજિટલ લોકરમાં સેવ કરવામાં આવેલા ડોક્યુમેન્ટને જ માન્યતા આપવામાં આવી છે. જેનું કારણ એ છે કે આમાં નકલીકાંડની કોઈ ચિંતા જ નહીં કેમ કે આના પર એકાઉન્ટ બનાવવા માટે તમારે આધારકાર્ડની જરૂર હોય છે. જેના માટે એક સરળ અને ચોખ્ખી પ્રક્રિયા છે. આ સુવિધાથી ઓનલાઈન ડોક્યુમેન્ટની પ્રામાણિકતા સુનિશ્ચિત થશે.


અમેરિકાના શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ભાષણની આજે 125મી વર્ષગાંઠ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સ્વામી વિવેકાનંદના શિકાગો ભાષણની 125મી વર્ષગાંઠ પર અને ભાજપના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી સમારોહ અંતર્ગત વિજ્ઞાન ભવાનમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યાં છે.

વડાપ્રદાન મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે દુનિયાને સાચી દિશા બતાવવામાં મદદ કરી. આ સંમેલ્લનનો વિષય (થીમ) યંગ ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા છે. વિદ્યાર્થીઓનું આ સંમેલન એવા દિવસોમાં થઇ રહ્યો છે કે જે દિવસે સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોમાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.


વડાપ્રધાનએ દેશની જનતાને સવાલ કર્યો કે ચારેય તરફ કરચો ફેલાવો અને બોલે વંદેમાતરમ્ ? શું કચરો ફેલાવતા લોકોને વંદે માતરમ્ બોલાવનો અધિકારી છે? વંદેમાતરમ્ બોલવાનો સાચો અધિકાર સફાઇ કરતા કામદારોને છે. આપણે સફાઇ કરી કે ન કરી પરંતુ ભારત માતાને ગંદુ કરવાનો અધિકાર નથી.