સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017


અવળચંડા વિમાની મુસાફરો વિરૃદ્ધ ઉગ્ર પગલાં ભરવાની સરકારની જાહેરાત


વિમાનમાં ખરાબ વર્તન કરતા મુસાફરોના કિસ્સા વધ્યા છે. એવા મુસાફરો સામે આકરા પગલાં ભરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તૈયારી શરૃ કરી દીધી છે. સરકારના સિવિલ એવિએશન મંત્રાલયની જાહેરાત પ્રમાણે વિમાન પ્રવાસ દરમિયાન ક્રુ-મેમ્બર્સ સાથે કે સાથી પ્રવાસીઓ સાથે કોઈ પેસેન્જર ખરાબ વર્તન કરશે તો તેની સામે વિમાની મુસાફરી ઉપર આજીવન પ્રતિબંધ સુધીના પગલાં ભરાશે. 

આવાં મુસાફરો વિરૃદ્ધ ત્રણ સ્તરે પગલાં ભરાશે. 

  • પ્રથમ લેવમાં પ્રવાસ દરમિયાન ગાળા-ગાળી કરનારા પેસેન્જર ઉપર ત્રણ માસનો ફ્લાઈંગ પ્રતિબંધ મુકાશે. 
  • બીજા લેવલમાં ક્રુ-મેમ્બર્સ કે અન્ય કોઈને શારીરિક રીતે ઈજા કરનારા પેસેન્જર સામે ૬ મહિનાનો પ્રતિબંધ મૂકાશે. 
  • આ બંને પ્રતિબંધ કે બંનેમાંથી એક પ્રતિબંધ ભોગવ્યા પછી ય કોઈ મુસાફર ખરાબ વર્તન ચાલુ રાખશે તો તેની સામે બે વર્ષથી લઈને આજીવન ફ્લાઈંગ પ્રતિબંધ મૂકાશે. 


સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ મુસાફર ઉપર પગલાં ભરવા માટે પાઈલટ ફરિયાદ કરશે પછી તેના ઉપર એરલાઈન્સની કમિટી તપાસ કરશે. તપાસ સમિતિએ ૩૦ દિવસમાં અહેવાલ આપવાનો રહેશે. એ પછી ઉડ્ડયન મંત્રાલય જે તે પેસેન્જર ઉપર પ્રતિબંધ મૂકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જયંત સિન્હાએ આ ત્રણે સ્તરે પગલાં ભરાશે તેવી જાણકારી આપી હતી. રાજ્યમંત્રીએ કહ્યું હતું કે વિમાનમાં પ્રવાસ કરતા યાત્રિકોની સુવિધા અને સુરક્ષા વધે તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો