મંગળવાર, 4 ડિસેમ્બર, 2018

ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી



ભારતને ૨૦૦૭ના ટી-૨૦ અને ૨૦૧૧ના વન ડે વર્લ્ડ કપમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દિલ્હીના ઓપનર ગૌતમ ગંભીરે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૭ વર્ષના ગંભીરે ૧૫ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. દિલ્હીના ડેશિંગ ઓપનરે તેની નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. 

આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાનદાર સફળતા મેળવનારો ડાબોડી ઓપનર આઇપીએલની છેલ્લી સિઝન દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી રમ્યો હતો. જોકે આ વખતે તેને ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરી દીધો હતો. જેના કારણે હવે તેની આઈપીએલની કારકિર્દી પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે. હવે તે દિલ્હી અને આંધ્ર વચ્ચે ૬ ડિસેમ્બરથી શરૃ થઈ રહેલી રણજી મેચમાં આખરી વખત રમવા માટે મેદાન પર ઉતરશે. 


ગંભીરની કારકિર્દીના મેજર માઈલસ્ટોન
૨૦૦૭ : ૨૯/૯ જોહનીસબર્ગમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ૭૫ રન ફટકાર્યા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ગંભીરનો સ્કોર મેચનો હાઈએસ્ટ સ્કોર હતો.
૨૦૦૭ : ૨૩/૧૧ ના રોજ ટી-૨૦માં વર્લ્ડ નંબર વન બેટ્સમેન બન્યો.
૨૦૦૯ : ૧૬/૭ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેનનો તાજ મેળવ્યો.
૨૦૧૧ : ૨/૪ના રોજ રમાયેલી આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે મુંબઈમાં ૯૭ રન ફટકાર્યા. તે મેચમાં ભારતીય ઈનિંગનો સર્વોચ્ચ સ્કોર. 
૨૦૧૨ : ૨૭/૫ના રોજ રમાયેલી આઇપીએલ-૫માં ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતા ચેમ્પિયન.
૨૦૧૪ : ૧/૬ના રોજ રમાયેલી આઇપીએલ-૭માં ગંભીરની કેપ્ટન્સીમાં ફરી કોલકાતા ચેમ્પિયન



ચીનનો મુકાબલો કરવા ભારતીય નૌસેનામાં સામેલ થશે 56 નવા યુધ્ધ જહાજો અને 6 સબમરીન



હિંદ મહાસાગરમાં ચીનનો મુકાલબો કરવા માટે ભારતે નૌસેના માટે નવા 56 યુધ્ધ જહાજો અને નવી 6 સબમરીના નિર્માણની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે.
હાલમાં નૌસેના પાસે 140 યુધ્ધ જહાજો અને 220 એરક્રાપ્ઠ છે.જ્યારે હાલમાં ડોમેસ્ટિક શિપયાર્ડમાં 1.26 લાખ કરોડના ખર્ચે 32 યુધ્ધ જહાજોનુ નિર્માણ થઈ રહ્યુ છે.
જોકે નૌસેનના વડા સુનીલ લાંબાનુ કહેવુ છે કે ભારતીય નેવી પાકિસ્તાનથી બહુ આગળ છે. ચીનની વાત કરવામાં આવે તો હિંદ મહાસાગરમાં શક્તિ સંતુલન ભારતના પક્ષમાં છે. જ્યારે દક્ષિણ ચીન સાગરમાં સ્થિતિ ચીનના પક્ષે છે.

જાણો ભારતીય રેલ્વેમાં કયા કયા પદ હોય છે અને કેટલો હોય છે તેમાં પગાર


Image result for indian-railways
ભારતીય રેલ્વેની શરુઆત 16 એપ્રિલ 1853માં થઈ હતી.
ભારતીય રેલ્વે આજે દેશનો મહત્વનો ભાગ છે કારણ કે તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. એશિયાનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલ્વે છે. એક જ પ્રબંધન હેઠળ ચાલતું આ દુનિયાનું બીજું સૌથી મોટું રેલ્વે નેટવર્ક પણ છે.
ભારતીય રેલ્વેની સાઈટ પર દર મિનિટએ લગભગ 12 લાખ હિટ થાય છે. ભારતીય રેલ્વે દુનિયામાં સૌથી વધારે નોકરી આપતું પ્રક્રમોમાંથી એક પણ છે.
તો આજે તમને જણાવીએ કે ભારતીય રેલ્વેમાં કયા કયા પદ હોય છે અને તેની કેટેગરી અનુસાર તેનો પગાર કેટલો હોય છે. રેલ્વેમાં નોકરી કરવા માટે અલગ અલગ કેટેગરી હોય છે. આ કેટેગરીને A, B, C, Dમાં વિભાજીત કરવામાં આવી છે. રેલ્વે બોર્ડમાં સૌથી ઉચ્ચ પદ રેલ્વે બોર્ડના અધ્યક્ષનું હોય છે. તેઓ ભારતીય રેલ્વેના પ્રશાસનિક પ્રમુખ હોય છે. 
ગૃપ A કેટેગરીમાં ઓફિસરનો સમાવેશ થાય છે. તેમાં વધારે પડતી ભરતી સિવિલ સર્વિસના માધ્યમથી થાય છે. આ કેટેગરીમાં ઉમેદવારની પસંદગી ઈંજીનિયરિંગ સર્વિસ એક્ઝામ, કંબાઈંડ મેડિકલ એક્ઝામના માધ્યમથી પણ થાય છે.
સિવિલ સર્વિસ એક્ઝામના માધ્યમથી નીચે દર્શાવેલા કર્મચારીઓની ભરતી ગૃપ Aમાં કરવામાં આવે છે.
1. ભારતીય રેલ્વે યાતાયાત સેવા  Indian Railway Traffic Service
2. ભારતીય રેલ્વે લેખા સેવા  Indian Railway Accounts Service
3. ભારતીય રેલ્વે કાર્મિક સેવા  Indian Railway Personnel Service
4. રેલ્વે સુરક્ષા બળ  Railway Protection Force
ઈંજીનિયરિંગ સર્વિસ એક્ઝામના માધ્યમથી થતી ભરતી
1. ભારતીય રેલ્વે સેવા ઈંજીનિયર્સ Indian Railway Service of Engineers
2. ભારતીય રેલ્વે સ્ટોર સેવા Indian Railway Stores Service
3. મેકેનિકલ ઈંજીનિયર્સની ભારતીય રેલ્વે સેવા Indian Railway Service of Mechanical Engineers
4. વિદ્યુત ઈંજીનિયરોની ભારતીય રેલ્વે સેવા Indian Railway Service of Electrical Engineers
5. સિગ્નલ ઈંજીનિયર્સની રેલ્વે સેવા Railway Service of Signal Engineers
ગૃપ B કેટેગરી
ગૃપ Bના અધિકારીઓને ગૃપ Cની ભરતીમાંથી બઢતી આપી પસંદ કરવામાં આવે છે. રેલ્વેમાં ગૃપ Bના પદ પણ ઓફિસર કેટેગરીના હોય છે. જો કે તેમાં કેટલાક અધિકારીઓની પસંદગી સંઘ લોક સેવા આયોગના માધ્યમથી પણ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેમાં ગૃપ A અને B અધિકારીઓના પદ ગેજેટેડ હોય છે. 
ગૃપ C
આ ગૃપમાં ભરતી રેલ્વે ભરતી બોર્ડ કરે છે. રેલ્વે ભરતી બોર્ડ આરઆરસીબીના નિયંત્રણમાં કામ કરે છે. આ બોર્ડ ઝોનલ રેલ્વે, ઉત્પાદન શાખા વગેરે માટે ભરતી એજન્સી છે. તેમાં પસંદગી પરીક્ષાના માધ્યમથી થાય છે. આ ગૃપમાં ટેકનીકલ અને નોન ટેકનીકલ સેવાઓ માટે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે.
ટેકનીકલ સેવાઓ
અહીં સિવિલ, મૈકેનિકલ, ઈલેક્ટ્રિકલ ઈંજીનિયરિંગ, સિગ્નલ અને દૂરસંચાર વગેરેનો સમાવેશે થાય છે. 
નોન ટેકનીકલ સેવાઓ
તેમાં ક્લાર્ક, સહાયક સ્ટેશન માસ્ટર્સ, ટિકિટ ચેકર વગેરે સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં ગાર્ડસ, ટ્રાફિક અપ્રેંટિસ, સ્નેનોગ્રાફરનો પણ સમાવેશ થાય છે. 
ગૃપ D
આ ગૃપમાં વિભાગીય સ્તર પર ભરતી કરવામાં આવે છે. આ ભરતી રેલ્વેના મુખ્યાલય દ્વારા કરવામાં આવી શકે છે. તેમાં ગેટમેન, હેલ્પર, ખલાસી, ટ્રોલીમેન, ટ્રેકમેન, હોસ્પિટલ એટેન્ડેટ, પોઈંટમેન વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત બંને ગૃપના કર્મચારી નોન ગેઝેટેડ પદ ધરાવે છે. 
ભારતીય રેલ્વેમાં કેટેગરી અનુસાર આ રીતે હોય છે પગાર
ગૃપ Aના મેનેજર તેમજ જનરલ મેનેજરનો પગાર 8700થી 10,000 હોય છે.
ગૃપ Bમાં ચીફ યાર્ડ માસ્ટર, સ્ટેશન સુપરવાઈઝર અને અન્યના પગાપ 4800થી 7600 હોય છે.
ગૃપ Cમાં જૂનિયર ઈંજિનિયર, લોકો પાયલટ, ટ્રેન ટિકિટ ચેકરના પગાર 2000થી 4600 હોય છે. 
ગૃપ Dમાં ટ્રેક મેન, હેલ્પર અને અન્યના પગાર 1800થી 1900 હોય છે.