ખેડૂતો આકાશી વીજળીથી બચવા ખેતરમાં ત્રિશુલ લગાવે છે...
આકાશમાં બે વાદળો પરસ્પર વિરોધી દિશામાં જતા હોય ત્યારે થતા ઘર્ષણથી વિધુત પેદા થાય છે.હજારો વોલ્ટનો કરંટ ધરાવતી વીજળી નીચે પડે ત્યારે બાળીને ખાખ કરી નાખે છે.તે જમીનમાંથી પસાર થવા માટે કન્કકટર એટલે કે માધ્યમ શોધે છે.ખુલ્લા ખેતરમાં કોઇ માધ્યમ રહેતુ ના હોવાથી કામ કરતા ખેડૂતો અને મજુરો તેનો ભોગ બનતા રહે છે.એટલું જ નહી પશુઓના પણ મોત થતા રહે છે. આથી છતીસગઢના નાનગુર વિસ્તારના ખેડૂતો ખેતરમાં સાત થી આઠ ફૂટ લાંબુ લોખંડના સળિયામાંથી તૈયાર કરેલું ત્રિશુલ બનાવે છે.આ ત્રિશુલ પોતાનું ખેતર અને ઝુંપડીની વચ્ચેના વિસ્તારમાં લગાવે છે.
આથી જયારે પણ વીજળી પડે ત્યારે ત્રિશુળમાંથી તરત જ જમીનમાં ઉતરી જાય છે.ખેડૂતોનું માનવું છે કે વરસાદ પડે ત્યારે વૃક્ષ કે ઝુંપડીમાં આશરો લઇ શકાય છે પરંતુ વીજળીના કોપથી આ ત્રિશુલ બચાવે છે. આમ આકાશી વીજળીથી બચવા માટે આ ઉપાય શોધ્યો છે.પહેલા આ વિસ્તારમાં દર ચોમાસામાં વીજળી પડવાથી અનેક લોકો તથા પશુઓના મોત થતા હતા.હવે તેનું પ્રમાણ ઘટયું છે.આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી અનેક ખેતરમાં ત્રિશુલ ખોડેલા જોવા મળે છે.આમાં ખાસ ખર્ચ પણ કરવો પડતો નથી.જેમ પાક પાકવા આવે ત્યારે ખેતરમાં ચાડિયો લગાવવામાં આવે તેમ ચોમાસું શરુ થાય ત્યારે ત્રિશુલ લાગી જાય છે. ત્રિશુલ હિંદુધર્મનું મહત્વનું ધાર્મિક પ્રતિક હોવાથી ઘણા તેના પર શ્રધ્ધા પણ ધરાવે છે.એક માહિતી મુજબ દર વર્ષે ચોમાસામાં સેંકડો લોકોના મોત વીજળી પડવાથી થાય છે.આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટી કરતા પણ વધારે હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો