શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


ભુજમાં ત્રિરંગાયાત્રા



- હમીરસર કાંઠે સર્જાશે દેશભક્તિનો માહોલ

- સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન

- પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર 144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે આગામી ૭૨માં સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાને ૧૪મી ઓગષ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજની શાનસમા હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો 'યાદ કરો કુરબાનીદ કાર્યક્રમ યોજાશે.


આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા 100 કરોડનું મ્યુઝિયમ બનશે


-નિઝરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી દિનની ઉજવણી
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદી સમયે બલિદાન આપનારા આદિવાસી વિરોને યાદ કર્યા હતા. વિશાળ કાર્યક્રમમાં તેમણે ટુંકુ ભાષણ આપ્યું હતું અને નવી કોઇ જાહેરાત કરી નથી.
નિઝર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રથમવાર આદિવાસી વિસ્તારમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના લોકો સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમ પૂર્વે નિઝર તાલુકા મથકે રેલીનું આયોજન થયું હતું. જેમાં આદિવાસી સમાજના દેવી-દેવોના વેશભૂષામાં સવાર ઘોડેસવારોએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમમાં માત્ર ૧૨ મીનીટના ટુંકા પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી વિર સપૂતોને યાદ કર્યા હતા:
સોમનાથની રક્ષા માટે વેગડા ભીલ
રજવાડાઓની રક્ષા માટે તાત્યાભીલ
રૂપા નાયક બિરસામુંડા
જેવા ક્રાંતિકારોએ શહિદી વહોરી હતી. સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી દિને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર રાજપીપળા ખાતે ૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવશે.
તથા ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનું નિર્માણ કરશે.



આજે વિશ્વસિંહ દિવસ-10th August



- આજે વિશ્વસિંહ દિવસ:સિંહ એક ખાનદાન પ્રાણી

- દેશની શાન ગિરનાં સિંહોનાં સંરક્ષણ માટે વિશેષ કાળજી દાખવવાની જરૂર
સિંહને જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે.

સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.