મંગળવાર, 20 માર્ચ, 2018


આજે દિવસ અને રાત સરખા બનશે કાલથી ઉત્તરોત્તર દિવસ લંબાશે


- ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું રહેશે

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા. ૨૦ તથા તા. ૨૧મી માર્ચે દિવસ અન રાત સરખા જોવા મળશે. તા. ૨૨મી ગુરૃવારથી દિવસ ક્રમશ: લંબાતો જાય છે. હવે પછી તા. ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.

તા. ૨૦-૨૧મી માર્ચ મંગળ-બુધવારે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ સામાન્ય તફાવતથી લોકો અનુભવ કરી ખગોળીય ઘટનાનો અહેસાસ કરી શકશે. સામાન્ય મિનિટના તફાવત સાથે દિવસ અન રાત સરખા હોવાનો અનુભવ લોકો કરસે. તા. ૨૨મી માર્ચ પછી ઉત્તરોત્તર દિવસ લંબાતો થતો જોવા મળશે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. હવે પછી લોકો ૨૧મી જુને લાંબામાં લાંબો દિવસનો અનુભવ કરશે.

૨૧મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા. ૨૧મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. તા. ૨૧મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૃ થતાં તે દિવસે દિવસ-રાત સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતુ જાય છે. વિષવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહેવામાં આવે છે. વસંત સંપાત દિવસ પછી ગરમી શરૃ થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે.

હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તૂટેલા ખૂણે નમેલું જોવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતાં હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જ્યારે તા. ૨૧મી જૂન પછી સૂર્ય પુન: દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણયાન કહે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઈમાં સામાન્ય મિનિટના તફાવત સ્વભાવિક માન્ય ગણાય છે. અંતમાં મંગળ-બુધવાર તા. ૨૦ અને તા. ૨૧મી એ દિવસ-રાત સરખા ખગોળીય ઘટના બનશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો