Tuesday, 20 March 2018


દિનેશ કાર્તિક છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનારો પ્રથમ ભારતીય

Image result for dinesh karthik

- ટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં દિનેશ કાર્તિકની કમાલ પર ભારતીય ક્રિકેટપ્રેમીઓ આફરીનટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીની દિલધડક બનેલી ફાઇનલમાં ભારતને જીતવા માટે ૧ બોલમાં ૫ રન કરવાના હતા ત્યારે દિનેશ કાર્તિકે બાંગલાદેશના સૌમ્યા સરકારની બોલિંગમાં સિક્સર ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. દિનેશ કાર્તિકે આ રીતે છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવ્યો ત્યારે અનેક ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનના જાવેદ મિયાંદાદને યાદ કર્યો હશે. જાવેદ મિયાંદાદે ૧૯૮૬માં શારજાહ ખાતે ઓસ્ટ્રેલેશિયા કપની ફાઇનલમાં ચેતન શર્માની બોલિંગમાં સિક્સર ફટકારી પાકિસ્તાનને ચેમ્પિયન બનાવ્યું હતું.

જાવેદ મિયાંદાદની આ સિક્સ એક માઇલસ્ટોન સમાન બની ગઇ છે.  અલબત્ત, વન-ડે ક્રિકેટમાં જાવેદ મિયાંદાદ ઉપરાંત અન્ય પાંચ એવા બેટ્સમેન છે જેમણે છેલ્લા બોલે સિક્સ ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો હોય. આવું કારનામું કરનારા બેટ્સમેનમાં દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુઝનર, ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર, વેસ્ટ ઇન્ડીઝના શિવનારાયણ ચંદ્રપોલ, ઝિમ્બાબ્વેના એડ રેઇન્સફોર્ડ અને દક્ષિણ આફ્રિકાના રિયાન મેકલારેનનો સમાવેશ થાય છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં છેલ્લા બોલે મેચનું પરિણામ આવ્યું હોય તેવી કુલ ૨૦ ઘટના નોંધાઇ છે. આ ૨૦માંથી પાંચ મેચમાં છેલ્લા બોલે સિક્સ અને ૭ મેચમાં છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી બેટ્સમેને તેની ટીમને વિજય અપાવ્યો છે. શ્રીલંકાના ચમારા કાપુગેદેરાએ પોતાની ટીમને એકવાર બાઉન્ડ્રી અને એકવાર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીતાડયું છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકે (ટ્વેન્ટી૨૦, વન-ડે)માં છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનારો દિનેશ કાર્તિક સૌપ્રથમ ભારતીય છે. પ્રથમ કક્ષાની ટ્વેન્ટી૨૦માં ભારત માટે એમએસ ધોની (રોયલ પૂણે ચેલેન્જર્સ), અરૃણ કાર્તિક (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) અગાઉ છેલ્લા બોલે સિક્સ ફટકારી પોતાની ટીમને વિજય અપાવી ચૂક્યા છે.  

કાર્તિકની કમાલ : સૌથી ઓછા બોલમાં મેન ઓફ ધ મેચ!

કાર્તિકને મેચવિનિંગ ઇનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં સૌથી ઓછા બોલ રમવા છતાં મેન ઓફ ધ મેચ બનનારા બેટ્સમેનમાં દિનેશ કાર્તિક સામેલ થઇ ગયો છે. અગાઉ ૨૦૧૪માં દક્ષિણ આફ્રિકા સામે ૮ બોલમાં અણનમ ૨૧ રન કરવા બદલ ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓછા બોલ રમવા છતાં મેન ઓફ ધ મેચ બન્યા હોય તેવી અન્ય કેટલીક ઘટના આ મુજબ છે.No comments:

Post a Comment