લાંબી રાજકીય
હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની
ચૂંટણીના પરિણામના 19 દિવસ
બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી
બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ
સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય
અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં
રાષ્ટ્રપતિ શાસન લાગવાની સાથે જ રાજ્યની વિધાનસભા નિલંબિત અવસ્થામાં આવી ગઈ છે.
રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગાવાયું છે.પરંતુ
કોઈ પાર્ટી કે ગઠબંધન પહેલાં બહૂમતિના આંકડા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી લેશે તો
તેને 6 મહિના પહેલાં ખત્મ કરી શકાશે.
આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બંધારણ અનુસાર મહારાષ્ટ્ર સરકાર ચલાવી શકાતી નથી અને આજે બંધારણની કલમ President 356 (રાષ્ટ્રપતિ શાસન)ની જોગવાઈઓ દ્વારા વિચારણા મુજબનો રિપોર્ટ રજૂ કર્યો છે.