શુક્રવાર, 3 ઑગસ્ટ, 2018

ભારતે સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું




- ૭.૫ મીટર લાંબી મિસાઇલમાં નેવિગેશન સીસ્ટમ અને હાઇ-ટેક કોમ્પ્યુટર ફીટ કર્યા છે


ભારતે કેટલાક સુધારા સાથેની દેશી બનાવટની સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓડિશાના કિનારે થી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. નીચલા સ્તરે પણ પ્રહાર કરી શકે એવી આ સ્ટેટ ઓફ આર્ટ મિસાઇલ સવારે ૧૧-૨૪ મિનિટે છોડવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.હજુ સુધી જેનું નામકરણ કરવામાં આવ્યું નથી તે આધુનિક હવાઇ સુરક્ષા મિસાઇલ ઇન્ટરસેપ્ટરને ડો. અબ્દુલ કલામ આઇલેન્ડના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોચપેડ-ચાર પરથી છોડવામાં આવી હતી.



મલ્ટી લેયર બેલાસ્ટિક મિસાઇલ સુરક્ષા પધ્ધતી વિકસાવવાના  પ્રયાસના એક ભાગરૃપે બનાવવામાં આવેલી આ મિસાઇલ છોડવામાં આવેલા મિસાઇલને હવામાં જ તોડી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

'મિસાઇલમાં સૌથી અગત્યની બાબત છે તેની 'કિલ' અસરકારકતા તેને અગાઉના પરીક્ષણમાં પણ વેલિડ કરી લેવામાં આવી હતી. આજે કરાયેલા પરીક્ષણમાં સીસ્ટમમાં દાખલ કરેલા નવા  ફીચરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું'એમ સૂત્રે કહેલું.



આ ઇન્ટરસેપ્ટર ૭.૫ મીટર લાંબો સિંગલ સ્ટેજ સોલિડ રોકેટ પ્રોપેલર છે જેમાં નેવીગેશન સીસ્ટમ પણ ફીટ કરવામાં આવી હતી. આ ઇન્ટરસેપ્ટરનું પોતાનું મોબાઇલ લોન્ચર છે જે ઇન્ટરસેપ્ટર માટે ડેટાને જોડશે. તેનું રાડાર અત્યંત આધુનિક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો