ગુરુવાર, 4 મે, 2017

બ્રમ્હોસ બ્લોક-3

ભારતીય સેનાએ બ્રમ્હોસ બ્લોક-3 જમીન આધારીત ક્રૂઝ મિસાઈલનું અંદમાન નિકોબાર ટાપુ પર સફળ પરીક્ષણ કર્યું છે.

સેનાએ કહ્યું કે આ સતત પાંચમી વખત છે જ્યારે બ્રમ્હોસના બ્લોક-3 કેટેગરીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે અને ધરતી પર હુમલો કરવાને લઈને આ કેટેગરીના અન્ય કોઈ હથિયારે હજુ સુધી આ વિશ્વનીયતા હાંસલ કરી નથી.

નિવેદન અનુસાર બ્રમ્હોસ મિસાઈલના સફળ પરીક્ષણ થકી દેશની તાકાતમાં વધારો થયો છે.

બ્રહ્મોસની 5 ખાસિયત

·    તે સતત પાંચ મોકો છે. જ્યાં બ્રહ્મોસના બ્લોક-3 સંસ્કરણનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું છે.
·    જમીન પર હુમલા કરવામાં તેની બરોબરી અત્યા સુધી અન્ય કોઈ હથિયારે હાંસિલ કરી નથી.
·    સતત સફળ પરીક્ષણથી મારણ કરનારી આ મિસાઈલથી દેશની ક્ષમતાને વધુ મજબૂત કરી છે.
·  મિસાઈલે કોપીબુક તરીકે તમામ માપદંડોને પૂરા કરતા સટીકતાથી સાથે સફળતાપૂર્વક લક્ષ્ય પર હુમલો કર્યો છે.


દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે ના રોજ, પતંજલિ યોગપિઠના આયુર્વેદીક રિસર્ચ સેંટરનું ઉદઘાટન કર્યું હતું.

મોદીએ જે રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું ઉદઘાટન કર્યું હતું તેમાં આશરે ૨૦૦ જેટલી વૈજ્ઞાનિક અલગ અલગ જડીબુટી પર રિસર્ચ કરવામાં આવશે. આ ઇન્સ્ટીટયૂટ પાછળ આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ છે.
સ્વચ્છ ભારત રેન્કિંગ

દેશના 434 શહેરો તેમજ નગરોમાં કરાવવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ બાદ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેન્કૈયા નાયડુએ આજે સ્વચ્છ ભારત રેન્કિંગ જાહેર કરી દીધુ છે. રેન્કિંગ અનુસાર ઇન્દોર નંબર વન સ્થાને છે. ત્યારબાદ બીજા સ્થાને પણ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે.  

ટોપ 10 સ્વચ્છ ભારતાના શહેરોની યાદી : 
1. ઇન્દોર 
2. ભોપાલ 
3. વિશાખાપટ્ટનમ(વિજાગ)
4. સુરત
5. મૈસુર
6. તિરુચિરાપલ્લી 
7. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)
8. નવી મુંબઇ
9. તિરુપતિ

10. વડોદરા
બાબા કેદારનાથના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન

મોદીની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ અને મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ હતા.

૨૮ વર્ષમાં આ મંદિરના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન છે. તેમની પહેલા ૧૯૮૯માં તત્કાલીન વડા પ્રધાન વીપી સિંહે આ મંદીરની મુલાકાત લીધી હતી.

મોદીને અહીંના મહંતે પુસ્તકો, ચાદર વગેરે ભેટમાં આપ્યા હતા. આશરે ૨૦ મિનિટ સુધી મોદી મંદિરમાં રોકાયા હતા. વેકેશન બાદ કેદારનાથના કપાટ બુધવારે પહેલી વખત ખોલવામાં આવ્યા હતા અને મોદી પ્રવેશ કરનારા પહેલા દર્શનાર્થી હતા.