Sunday, 9 June 2019


આવતીકાલથી 5 દિવસ સુધી સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂ
o   
o  
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન એટલે તે આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ અભિયાન શરૂ થશે.
આ અંગે વધું માહિતી આપતા મેયર બિજલબેન પટેલ અને મ્યુનિસીપલ કમીશ્નર વિજય નેહરાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે નાગરીકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 
10 થી 20 હજાર નાગરીકો આ અભિયાનમાં જોડાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મીક સંસ્થાઓ તેમજ રાજકીય વ્યકિતીઓ પણ સાબરમતી નદીને સાફ કરવા યોગદાન આપશે.સુરતમાં 'ફેમિલી ફાર્મર અભિયાન'નો મુખ્યમંત્રી વિજય રૂપાણીના 

હસ્તે કરવામાં આવ્યો શુભારંભ

સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે.
સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે. મુખ્યમંત્રીએ સુરત અગ્નિકાંડ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન દરેક સંસ્થાએ કરવું પડશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફેમિલી ફાર્મર અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાંથી મુક્તિ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગ આજે વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે ત્યારે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે હેતુથી રાસાયણિક ખાતર વિનાની, ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીનો વિચાર અમલમાં મુકવામાં આવ્યો છે. આ અવસરે સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ધોનીના ગ્લોવ્ઝ પર શેનુ નિશાન હતુ, જાણીને ગર્વ થશે


 
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો છે.
ગઈકાલે રોહિત શર્મા વિજયી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો તો ભારતીય ટીમના વિકેટ કીપર ધોનીની તેના વિકેટ કિપિંગ ગ્લોવ્ઝના કારણે ચર્ચા રહી હતી.
ધોનીના ગ્લોવ્ઝ પર જે નિશાન જોવા મળ્યુ હતુ તે કોઈ કંપનીની બ્રાન્ડનો લોગો નહોતો બલ્કે ધોનીએ પાકમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરનારા પેરા કમાન્ડોના ખાસ સિમ્બોલને ગ્લોવ્ઝ પર રાખ્યુ હતુ.
મેચ દરમિયાન સોશ્યલ મીડિયા યુઝર્સની નજર પડી હતી અને જોત જોતામાં તો આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી. ધોની પહેલા પણ ભારતીય સેનાના સન્માનમાં સેનાના વિવિધ સિમ્બોલ સાથે મેચમાં રમતો નજરે પડતો હોય છે. આ વખતે તેણે ભારતના કમાન્ડો એટલે કે સ્પેશ્યલ ફોર્સીસને સન્માન આપ્યુ છે.
આ સિમ્બલોનુ વિશેષ મહત્વ છે. સ્પેશ્યલ ફોર્સિસના પેરા કમાન્ડોના યુનિફોર્મ પર અને કેપ પર આ સિમ્બોલ જોવા મળે છે. જેના પર બલિદાન શબ્દ પણ લખેલો છે. આ બેજને એટલે બલિદાન બેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્રિકેટ ચાહકોને યાદ હશે કે 2015માં ધોનીએ ભારતીય સેનાના પેરા કમાન્ડો સાથે બેઝિક તાલીમ લીધી હતી. જેના ભાગરૂપે ધોનીને પેરાશૂટ વડે વિમાનમાંથી કૂદવાની પણ તાલીમ અપાઈ હતી. એ પછી ધોનીને સ્પેશ્યલ ફોર્સીસમાં માનદ રીતે સામેલ કરાયો હતો અને બલિદાન બેજ લગાવવાની મંજૂરી અપાઈ હતી.
આઈપીએલ દરમિયાન પણ ધોની બલિદાન બેજ વાળી કેપ પહેરીને દેખાયેલો છે. ભારતીય સેના પ્રત્યેનો લગાવ ધોની આ રીતે અવાર નવાર છતો કરતો રહ્યો છે.

ભારતથી કોસો દૂર વસ્યું છે એક બીજુ ભારત

 
ભારતની બહાર એવાં ઘણાં દેશો છે જ્યાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ જોવા મળે છે. એમાનો જ એક દેશ છે સૂરીનામ. દક્ષિણ અમેરિકાના ટાપુપર ભારતીય મૂળના લોકો આશરે 200 વર્ષ પહેલા ગિરમિટિયા મજૂર તરીકે સૂરીનામ, ત્રિનિદાદ અને ટોબૈગો ગયા હતા. જ્યાં આજે આટલા વર્ષો પછી પણ ભારતીય પરંપરાઓ જોવા મળે છે. 
1. સાઉથ અમેરિકામાં આવેલા સૂરીનામમાં દર વર્ષે 5મી જૂને ઇન્ડિયન અરાઈવલ ડે એટલે કે ભારતીયોના પહોંચવાનો દિવસ મનાવવામાં આવે છે. 1975માં આ દેશને નેધરલેન્ડથી આઝાદી મળી. પારામારિબો સૂરીનામની રાજધાની છે.  સૂરીનામની કુલ વસ્તીમાં 37 ટકા ભારતીય અને 27.4 ટકા હિંદુઓ છે.
2. આમ તો અહીંની ઔપચારિક ભાષા ડચ છે પરંતુ ત્યાં તમને  ભોજપુરી કે કૈરીબિયન ભાષા સાંભળવા મળે તો કોઈ નવાઈ નથી.
 
3. કેટલાક લોકોને તો એવું લાગ્યું કે તેમને શ્રીરામ નામના ઘામમાં લઇ જવામાં આવી રહ્યાં છે. 
4. સૂરીનામમાં સૌ પ્રથમ સૂરીનેન ઇન્ડિયન્સ રહેતા હતા. જેમના પરથી જ દેશનું નામ સૂરીનામ પડ્યું છે.
5. 1873માં જ્યારે ડચ સરકારે કોન્ટ્રેક્ટ મજૂરોની નિયુક્તિ માટે બ્રિટન સાથે કરાર કર્યાં ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ત્યાં જઇને વસ્યાં.

ભારતીય મૂળની ત્રણ અમેરિકન મહિલાઓનો ફોર્બ્સની ઉદ્યોગ સાહસિકોની યાદીમાં સમાવેશ

 

- ત્રણેય મહિલાઓની કુલ સંપત્તિ રૂ.19.044 કરોડ

- મહિલા ઉદ્યોગ સાહસિકોના લિસ્ટમાં જયશ્રી ઉલ્લાલનો 18મો, નીરજા શેઠીનો 23મો અને નેહા નારખેડેનો 60મો ક્રમ


બિઝનેસ સામયિક ફોર્બ્સે અમેરિકાની ૮૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી. તેમાં ભારતીય મૂળની ત્રણ અમેરિકન મહિલા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થયો છે. જયશ્રી ઉલ્લાલ, નીરજા શેઠ અને નેહા નારખેડેનો આ યાદીમાં કુલ ૧૯૦૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સમાવેશ થયો છે.
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલની સંપત્તિ ૧૪૦ કરોડ ડોલર છે. અમેરિકાની ધનવાન ઉદ્યોગ સાહસિકોમાં તેમને ૧૮મો ક્રમ અપાયો હતો. સિન્ટેલના સહસ્થાપક નીરજા શેઠીને ૧૦૦ કરોડ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૨૩મો ક્રમ મળ્યો હતો. નીરજા અને તેમના પતિ ભારત દેસાઈએ ૧૯૮૦માં ૨૦૦૦ ડોલરની રકમથી કંપનીની શરૂઆત કરી હતી. ગયા વર્ષે આ કંપનીને ૩૪૦ કરોડમાં ફ્રાન્સના બિઝનેસમેને ટેકઓવર કરી લીધી હતી.
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુએન્ટના સહસ્થાપક નેહે નારખેડેને ૨૪૮૪ કરોડ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૬૦મો ક્રમ અપાયો હતો. ત્રણેયની મળીને લગભગ ૧૯,૦૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ થવા જાય છે.
લિસ્ટમાં એસીબી સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સને ૭ અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમ અપાયો હતો. ઈ-બેના સીઈઓ મેગ વાઈટમેનને ૩.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે મૂકવામાં આવ્યા હતા અને ત્રીજો ક્રમ સીજર્સ પીત્ઝાના સહસ્થાપક મેરિયન ઈલિચને અપાયો હતો. મેરિયનની કુલ સંપત્તિ ૩.૭ અબજ ડોલર છે.
આ યાદીમાં ઓફ્રા વિન્ફ્રે ૧૦મા સ્થાને, રીયાલિટી ટીવી સ્ટાર કાયલી જીન્નર ૧૩માં સ્થાને હતાં. આ યાદીમાં ૨૧થી ૯૨ વર્ષ સુધીની અમેરિકન મહિલા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ કરાયો હતો. 
ત્રણેય મહિલા ઉદ્યોગસાહસિકો વિશે જાણવા જેવું
જયશ્રી ઉલ્લાલ
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સનાં સીઈઓ અને પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો હતો. તેમણે દિલ્હીમાં પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકાની સેનફ્રાન્સિસકો યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૯૩માં સિસ્કો સિસ્ટમ સાથે કામ શરૂ કર્યું હતું. ૨૦૦૮માં કંપનીના સ્થાપકોએ જયશ્રી ઉલ્લાલને કંપનીના સીઈઓ અને પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. જયશ્રી  ઉલ્લાલ કંપનીના ૫ ટકા શેર ધરાવે છે. તેમના નેતૃત્વમાં કંપનીએ અમેરિકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
નીરજા શેઠી
ગુજરાતી મૂળના ઉદ્યોગ સાહસિક ભરત દેસાઈ સાથે મળીને નીરજા શેઠીએ અમેરિકામાં ૧૯૮૦માં સિન્ટેલ કંપની સ્થાપી હતી. એ વખતે માત્ર ૨૦૦૦ ડોલરમાં શરૂ થયેલી કંપની આજે ૧.૩૦ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. નીરજા શેઠીની સંપત્તિ ૧૦૦ કરોડ ડોલર છે. ફ્રાન્સની કંપનીએ સિન્ટેલનો હિસ્સો ખરીદ્યો ત્યારે નીરજાના શેરના બદલામાં તેમને લગભગ ૫૧ કરોડ ડોલરનો હિસ્સો મળ્યો હતો એવો દાવો અહેવાલોમાં થયો હતો. ભારતીય મૂળના સૌથી શક્તિશાળી દંપતિમાં નીરજા-ભરતનો સમાવેશ થાય છે.
નેહા નારખેડે
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુએન્ટના સહસ્થાપક નેહા નારખેડેની સંપત્તિ ૨૪૮૪ કરોડ ડોલર છે. છેલ્લી ત્રણ-ચાર વર્ષની ફોર્બ્સની યાદીમાં તેમનો સમાવેશ અચૂક થાય છે. ૩૪ વર્ષના આ મહિલા ઉદ્યોગ સાહસિક તેમના પુસ્તક માટે પણ અમેરિકામાં જાણીતા છે. સોફ્ટવેર એન્જિનિયર નેહાએ અપાચે કાફ્કા નામનું પ્લેટફોર્મ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ડેટાનો સોર્સ જાણવા માટે આ કંપની ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

અમેરિકાએ ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાને મંજૂરી આપી, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની પણ ઓફર

 

- ભારત અને અમેરિકા વચ્ચે 2.5 અબજ ડોલરની સમજૂતી થવાની શક્યતા

- ભારતને પોતાની સૈન્ય ક્ષમતાઓ વધારવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળશે


અમેરિકન સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ તેણે ભારતને ઇન્ટેગ્રેટેડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની ઓફર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે આ સમજૂતી ૨.૫ અબજ ડોલરમાં થવાની શક્યતા છે. આનાથી ભારતને પોતાની સૈન્ય ક્ષમતાઓને વધારવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળશે. 
અમેરિકાની તરફથી મંજૂરી અને ઓફરવાળો આ પ્રસ્તાવ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા પછી પાકિસ્તાનની સાથે વધેલી તંગદિલી વચ્ચે મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીનની વધતી સૈન્ય તાકાત પણ ભારત માટે ચિંતાનો વિષય રહી છે. આ સાથે જ ભારત એશિયામાં સંતુલિત શક્તિ સ્થાપિત કરવામાં પણ અમેરિકા માટે મદદરૂપ સાબિત થશે. 
અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાની સૌથી શ્રેષ્ઠ સૈન્ય ટેકનિકને ભારતને ઓફર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.  વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને સૈન્ય ડ્રોન વેચવાની મંજૂરી આપી દીધી છે. અમે ભારતને ઇન્ટિગ્રેટેડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ ટેકનોલોજી ઓફર કરી છે.
જો કે તેમણે આ ટેકનોલોજી કેટલા સમયમાં સોંપવામાં આવશે તે બતાવવાનો ઇનકાર કર્યો હતો. જૂન, ૨૦૧૭ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન અમેરિકા ભારતને ગાર્ડિયન ડ્રોન્સનું સર્વેલન્સ વર્ઝન વેચવા તૈયાર થયું હતું.

માલદીવથી શ્રીલંકા પહોંચ્યા PM મોદી, વડાપ્રધાન વિક્રમસિંઘે એરપોર્ટ પર કર્યું સ્વાગત


 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવથી શ્રીલંકાના પ્રવાસે ગયા છે. કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે તેમનું સ્વાગત કર્યું. PM મોદી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસે સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન PM મોદી પૂર્વ રાષ્ટ્રપતિ અને વિપક્ષ નેતા મહિંદા રાજપક્ષેની પણ મુલાકાત લેશે.
2 મહિના પહેલા ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં આત્મઘાતી હુમલાથી દેશ હચમચી ગયો હતો. એવામા PM મોદીના શ્રીલંકા પ્રવાસમા આતંકવાદ સાથે જોડાયેલ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
વડાપ્રધાન મોદી પહેલા કહી ચૂક્યા છે કે, માલદીવ અને શ્રીલંકાની તેમની યાત્રા પરથી ખ્યાલ આવે છે કે, ભારત માટે પાડોશી પહેલાની નીતિ કેટલી મહત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું હતું કે, આનાથી બંન્ને દેશો સાથે અમારા સંબંધો મજબૂત બનશે. PM મોદીએ આ વખતે તેમના શપથ ગ્રહણ સમારોહમા પણ બિમ્સટેક દેશોના પ્રમુખોને બોલાવ્યા હતા, જેમા શ્રીલંકા અને માલદીવનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.

ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ:10 કરોડ રૂપિયાની વધારાની સહાય મળશે


 
ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની સહાય સરકાર આપશે.
તેમણે આજે રૈયાલી માં ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા હવે ગુજરાત ના પ્રવાસન વિકાસ માં એક નવું મોર પીંચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે વિજય ભાઈ રૂપાણી એ ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકો થી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.
વિજય ભાઈ રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સ્ટીવન સ્પીલબર્ગે જુરાસિક પાર્કનામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી એ ફિલ્મે અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું તેમ જણાવતાં મુખ્યમંત્રીએ લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો. 
અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો, તે જ રોમાંચ ગુજરાતમાં આ પાર્કમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે. જે આજે ગુજરાતે ભારતને જુરાસિક પાર્કની ભેટ આપી છે.
રૈયોલીનું ડાયનાસોર પાર્ક વર્લ્ડ મેપ પર બાલાસિનોરને ચમકાવશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક અલભ્ય પ્રવાસન નજરાણું ડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સમગ્ર સંશોધકો, યુવાનો માટે રૈયોલી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. 
1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ દરમિયાન ક્રિટેશિયસયુગના ડાયનાસોરના ઈડાં અને અવશેષો મળ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સંશોધકોએ અહીં નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યાં હતા.
જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના મંતવ્ય પ્રમાણે તો ડાયનાસોર જીવાશ્મિનો એક અદભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્ત્વના છે. સાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો મનાય છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ઈડાંની કાળગણનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ભારતની જીવસૃષ્ટિ અને સંસ્કૃતિ છ હજાર કરોડ વર્ષ કરતાં પણ જૂની છે. વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને રજૂ કરતો ભારતનો સૌ પ્રથમ અને અદ્યતન 'ખોદકામ થી પ્રદર્શન' સુધીની ગાથા કહેતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બન્યો છે. આ ડાયનાસોર પાર્ક રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે.

ગુરૂવાયર મંદિર: દક્ષિણ ભારતનું દ્વારકા, 5000 હજાર વર્ષ જૂનો ઈતિહાસ

વડાપ્રધાન મોદી કેરળના પ્રવાસે છે. ગુરૂવાયર મંદિરમાં પૂજા કર્યા બાદ PM મોદી સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ તરફથી આયોજિત ઉત્સવમાં સામેલ થશે. આ મંદિરની વિશેષતા શુ છે. 
1. ગુરૂવાયૂર મંદિરમાં ભગવાન ગુરૂવાયુરૂપ્પનની પૂજા થાય છે. ગુરૂવાયુરૂપ્પનને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે. આ કારણથી મંદિરને ગુરૂવાયૂર શ્રીકૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે. કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે, જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો.
2. મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાં શુમાર છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. મંદિરમાં રહેનાર પૂજારીને મેંસાતી કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહે છે. 
3. ગૂરૂવાયૂર મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓને મુંડુ નામનો પોશાક પહેરવો પડે છે જ્યારે બાળકોને વેષ્ટી પહેરાવવામાં આવે છે. આ સિવાય સ્ત્રીઓને માત્ર સૂટ-સલવાર અથવા સાડીમાં જ એન્ટ્રી મળી શકે છે. 
4. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ આવવાની પરવાનગી છે, બીજા ધર્મના કોઈપણ વ્યક્તિ માટે મંદિર પરિસરમાં પ્રવેશ પર કડક પાબંદી લગાવાઈ છે. 
5. ગરૂવાયૂરમાં ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને અનાકોટ્ટા નામના સ્થળે પણ જવુ પડે છે. આ જગ્યા હાથીઓ માટે ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલા હાથીઓને અહીં 10 એકર જગ્યામાં રાખવામાં આવે છે. અહીં લગભગ 80 હાથીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.