ભારતીય મૂળની ત્રણ
અમેરિકન મહિલાઓનો ફોર્બ્સની ઉદ્યોગ સાહસિકોની યાદીમાં સમાવેશ
-
ત્રણેય મહિલાઓની કુલ સંપત્તિ રૂ.19.044 કરોડ
- મહિલા ઉદ્યોગ સાહસિકોના લિસ્ટમાં
જયશ્રી ઉલ્લાલનો 18મો, નીરજા શેઠીનો 23મો અને નેહા નારખેડેનો 60મો ક્રમ
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ
જયશ્રી ઉલ્લાલની સંપત્તિ ૧૪૦ કરોડ ડોલર છે. અમેરિકાની ધનવાન ઉદ્યોગ સાહસિકોમાં
તેમને ૧૮મો ક્રમ અપાયો હતો. સિન્ટેલના સહસ્થાપક નીરજા શેઠીને ૧૦૦ કરોડ ડોલરની
સંપત્તિ સાથે આ યાદીમાં ૨૩મો ક્રમ મળ્યો હતો. નીરજા અને તેમના પતિ ભારત દેસાઈએ
૧૯૮૦માં ૨૦૦૦ ડોલરની રકમથી કંપનીની શરૂઆત કરી હતી. ગયા વર્ષે આ કંપનીને ૩૪૦
કરોડમાં ફ્રાન્સના બિઝનેસમેને ટેકઓવર કરી લીધી હતી.
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુએન્ટના સહસ્થાપક
નેહે નારખેડેને ૨૪૮૪ કરોડ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૬૦મો ક્રમ અપાયો હતો.
ત્રણેયની મળીને લગભગ ૧૯,૦૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ થવા જાય
છે.
લિસ્ટમાં એસીબી સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સને ૭
અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમ અપાયો હતો. ઈ-બેના સીઈઓ મેગ વાઈટમેનને ૩.૮ અબજ
ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે મૂકવામાં આવ્યા હતા અને ત્રીજો ક્રમ સીજર્સ
પીત્ઝાના સહસ્થાપક મેરિયન ઈલિચને અપાયો હતો. મેરિયનની કુલ સંપત્તિ ૩.૭ અબજ ડોલર
છે.
આ યાદીમાં ઓફ્રા વિન્ફ્રે ૧૦મા સ્થાને, રીયાલિટી ટીવી સ્ટાર કાયલી જીન્નર ૧૩માં સ્થાને હતાં. આ
યાદીમાં ૨૧થી ૯૨ વર્ષ સુધીની અમેરિકન મહિલા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ કરાયો હતો.
ત્રણેય મહિલા ઉદ્યોગસાહસિકો વિશે
જાણવા જેવું
જયશ્રી ઉલ્લાલ
કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સનાં સીઈઓ અને
પ્રેસિડેન્ટ જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો હતો. તેમણે દિલ્હીમાં
પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકાની સેનફ્રાન્સિસકો
યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૯૩માં સિસ્કો સિસ્ટમ
સાથે કામ શરૂ કર્યું હતું. ૨૦૦૮માં કંપનીના સ્થાપકોએ જયશ્રી ઉલ્લાલને કંપનીના સીઈઓ
અને પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. જયશ્રી ઉલ્લાલ કંપનીના ૫ ટકા શેર ધરાવે છે.
તેમના નેતૃત્વમાં કંપનીએ અમેરિકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
નીરજા શેઠી
ગુજરાતી મૂળના ઉદ્યોગ સાહસિક ભરત દેસાઈ સાથે મળીને નીરજા
શેઠીએ અમેરિકામાં ૧૯૮૦માં સિન્ટેલ કંપની સ્થાપી હતી. એ વખતે માત્ર ૨૦૦૦ ડોલરમાં
શરૂ થયેલી કંપની આજે ૧.૩૦ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. નીરજા શેઠીની સંપત્તિ
૧૦૦ કરોડ ડોલર છે. ફ્રાન્સની કંપનીએ સિન્ટેલનો હિસ્સો ખરીદ્યો ત્યારે નીરજાના
શેરના બદલામાં તેમને લગભગ ૫૧ કરોડ ડોલરનો હિસ્સો મળ્યો હતો એવો દાવો અહેવાલોમાં
થયો હતો. ભારતીય મૂળના સૌથી શક્તિશાળી દંપતિમાં નીરજા-ભરતનો સમાવેશ થાય છે.
નેહા નારખેડે
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોફ્લુએન્ટના સહસ્થાપક
નેહા નારખેડેની સંપત્તિ ૨૪૮૪ કરોડ ડોલર છે. છેલ્લી ત્રણ-ચાર વર્ષની ફોર્બ્સની
યાદીમાં તેમનો સમાવેશ અચૂક થાય છે. ૩૪ વર્ષના આ મહિલા ઉદ્યોગ સાહસિક તેમના પુસ્તક
માટે પણ અમેરિકામાં જાણીતા છે. સોફ્ટવેર એન્જિનિયર નેહાએ અપાચે કાફ્કા નામનું
પ્લેટફોર્મ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ડેટાનો સોર્સ જાણવા માટે આ
કંપની ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો