ગુરૂવાયર મંદિર:
દક્ષિણ ભારતનું દ્વારકા, 5000 હજાર વર્ષ જૂનો ઈતિહાસ
1. ગુરૂવાયૂર
મંદિરમાં ભગવાન ગુરૂવાયુરૂપ્પનની પૂજા થાય છે. ગુરૂવાયુરૂપ્પનને ભગવાન વિષ્ણુનું જ
રૂપ માનવામાં આવે છે. આ કારણથી મંદિરને ગુરૂવાયૂર શ્રીકૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે
છે. કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે, જ્યાં કૃષ્ણનો
જન્મ થયો હતો.
2. મંદિર દેશના
સૌથી પ્રાચીન મંદિરોમાં શુમાર છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ પ્રાચીન
છે. મંદિરમાં રહેનાર પૂજારીને મેંસાતી કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની
સેવામાં રહે છે.
3. ગૂરૂવાયૂર
મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં
આવનાર શ્રદ્ધાળુઓને મુંડુ નામનો પોશાક પહેરવો પડે છે જ્યારે બાળકોને વેષ્ટી
પહેરાવવામાં આવે છે. આ સિવાય સ્ત્રીઓને માત્ર સૂટ-સલવાર અથવા સાડીમાં જ એન્ટ્રી
મળી શકે છે.
4. આપને જાણીને
નવાઈ લાગશે પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ આવવાની પરવાનગી છે, બીજા ધર્મના
કોઈપણ વ્યક્તિ માટે મંદિર પરિસરમાં પ્રવેશ પર કડક પાબંદી લગાવાઈ છે.
5. ગરૂવાયૂરમાં
ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને અનાકોટ્ટા નામના સ્થળે પણ જવુ પડે છે. આ
જગ્યા હાથીઓ માટે ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલા હાથીઓને અહીં 10 એકર જગ્યામાં
રાખવામાં આવે છે. અહીં લગભગ 80 હાથીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો