રવિવાર, 9 જૂન, 2019


ધોનીના ગ્લોવ્ઝ પર શેનુ નિશાન હતુ, જાણીને ગર્વ થશે


 
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો છે.
ગઈકાલે રોહિત શર્મા વિજયી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો તો ભારતીય ટીમના વિકેટ કીપર ધોનીની તેના વિકેટ કિપિંગ ગ્લોવ્ઝના કારણે ચર્ચા રહી હતી.
ધોનીના ગ્લોવ્ઝ પર જે નિશાન જોવા મળ્યુ હતુ તે કોઈ કંપનીની બ્રાન્ડનો લોગો નહોતો બલ્કે ધોનીએ પાકમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરનારા પેરા કમાન્ડોના ખાસ સિમ્બોલને ગ્લોવ્ઝ પર રાખ્યુ હતુ.
મેચ દરમિયાન સોશ્યલ મીડિયા યુઝર્સની નજર પડી હતી અને જોત જોતામાં તો આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી. ધોની પહેલા પણ ભારતીય સેનાના સન્માનમાં સેનાના વિવિધ સિમ્બોલ સાથે મેચમાં રમતો નજરે પડતો હોય છે. આ વખતે તેણે ભારતના કમાન્ડો એટલે કે સ્પેશ્યલ ફોર્સીસને સન્માન આપ્યુ છે.
આ સિમ્બલોનુ વિશેષ મહત્વ છે. સ્પેશ્યલ ફોર્સિસના પેરા કમાન્ડોના યુનિફોર્મ પર અને કેપ પર આ સિમ્બોલ જોવા મળે છે. જેના પર બલિદાન શબ્દ પણ લખેલો છે. આ બેજને એટલે બલિદાન બેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્રિકેટ ચાહકોને યાદ હશે કે 2015માં ધોનીએ ભારતીય સેનાના પેરા કમાન્ડો સાથે બેઝિક તાલીમ લીધી હતી. જેના ભાગરૂપે ધોનીને પેરાશૂટ વડે વિમાનમાંથી કૂદવાની પણ તાલીમ અપાઈ હતી. એ પછી ધોનીને સ્પેશ્યલ ફોર્સીસમાં માનદ રીતે સામેલ કરાયો હતો અને બલિદાન બેજ લગાવવાની મંજૂરી અપાઈ હતી.
આઈપીએલ દરમિયાન પણ ધોની બલિદાન બેજ વાળી કેપ પહેરીને દેખાયેલો છે. ભારતીય સેના પ્રત્યેનો લગાવ ધોની આ રીતે અવાર નવાર છતો કરતો રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો