એક સ્ટેશન, બે સ્ટેટ: અડધું ગુજરાતમાં તો અડધું મહારાષ્ટ્રમાં એવું એક અનોખું સ્ટેશન
- 1 મે 1960થી અનોખું બન્યું નવાપુરઃ ગુજરાત.-મહારાષ્ટ્ર માં વહેંચાયું રેલવે સ્ટેશન
નવાપુર: ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને
અડીને આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર એક બાંકડો એવો છે જે દેશના કદાચ કોઇપણ રેલવે
સ્ટેશન પર નહિ હોય. આ બાંકડાની મધ્યમાંથી બંને રાજ્યોની સરહદ જાય છે બાંકડાની એક
તરફ ગુજરાત રાજ્યના કાયદા લાગે છે તો બીજીતરફ મહારાષ્ટ્ર રાજ્યના કાયદાનો અમલ કરવો
પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની
સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય.
રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં રહે છે અને સ્ટેશન
માસ્તર ગુજરાતમાં બેસે છે. નવાપુર એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં 4 ભાષામાં
એનાઉન્સમેન્ટ થાય છે.
એન્જિન ગુજરાતમાં તો ડબા મહારાષ્ટ્રમાં
નવાપુર સ્ટેશન પર મહારાષ્ટ્ર તરફથી
ટ્રેન આવે ત્યારે સ્થિતિ એવી સર્જાય છે કે એન્જિન ગુજરાતમાં હોય છે તો ડબા
મહારાષ્ટ્રમાં. સ્ટેશનનું ટિકિટ કાર્યાલય મહારાષ્ટ્રમાં છે તો પ્લેટફોર્મ
ગુજરાતમાં. પ્લેટફોર્મ પર મૂકાયેલો બાંકડો પણ બન્ને રાજ્યની વચ્ચે વહેંચાયેલો છે.