આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ
લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા
આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવા અભિયાન
સમગ્ર વિશ્વમાં
વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો
હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ
સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન
વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય
તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો
દુકાળ, પાણીની વહેંચણીમાં
થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના
કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ
જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના
દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.
પાણી કેવી રીતે બચાવી શકાય.?
૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય., કનિદૈ લાકિઅ (૨) નાહવાની ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ., (૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, લાકોને પૂછીને પાણી આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે., (૪) બ્રશ કે દાઢી કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો., કનિદૈ લાકિઅ (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાને બદલે ડોલમાં નાખો, આ પાણી પોતું કરવામાં વાપરી શકાય, બગીચામાં વૃક્ષોને પાવા પણ ઉપયોગ માં લઇ શકાય., (૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો., (૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, નળીથી ગાડી સાફ કરો નહીં., (૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે., (૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી., (૧૦) ખેતી માટે વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો., (૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભૂગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ., (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું., (૧૩) ગટરના પાણીને ખુલ્લા ન છોડતા ભૂગર્ભ પાઈપ લાઈને અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ., (૧૪) આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો અન્ય કામોમાં ઉપયોગ કરો., (૧૫) શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦ ટકા પાણી બચે છે. દેશના ૨૦ ટકા લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે., (૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્યાં. (૧૭) પાણીને 'રીયુઝ' ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા., (૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતું વાપરી પાણીને બચાવીએ., (૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઈએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઈચ્છા થાય., (૨૦) મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમો બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. (૨૧) નદીના શુદ્ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઈડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય., (૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સંગઠીત થઈ વિરોધ કરતા શીખવું પડશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો