ભારતના
ગૌરવ સમા સરદાર સરોવર ડેમ વિશે જાણવા જેવુ
- દેશોનો સૌથી ઉંચો ડેમ, 18.45 લાખ
હેક્ટર જમીનને બનાવશે હરિયાળી
- ચાર રાજ્યો બનશે હર્યાભર્યા
તા. 17 સપ્ટેમ્બર
2017, રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને
સમર્પિત કર્યો છે ત્યારે આ ડેમ ની વિશિષ્ટતાઓ વિશે જાણવા જેવી બાબતો છે.
આ ડેમ દેશના અનેક ખેડૂતો તથા શહેરો
માટે જીવાદોરી સમાન બની રહેશે. ડેમથી ઉત્પન્ન થતી વિજળી દ્વારા હજારો ઘરોમાં ઉજાસ
ફેલાશે.
ચાર રાજ્યોના લોકોની જીવાદોરી
બનનારા સરદાર સરોવર ડેમની કેટલીક ખાસીયતો જાણવા જેવી છે:
o
1945માં સરદાર પટેલે કરી હતી પહેલ
o
5 એપ્રિલ 1961ના રોજ વડાપ્રધાન
નહેરુએ કર્યું હતું ખાતમૂહુર્ત
o
56 વર્ષ લાગ્યા એક ડેમને બનાવતા
o
65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો
o
138.68 મીટર ઉંચાઈ, દેશનો સૌથી
ઉંચો ડેમ
o
30 દરવાજા, દરેક દરવાજાનું વજન
450 ટન
o
4.73 મિલિયન ક્યુબિક પાણી જમા કરવાની ક્ષમતા
o
6000 મેગાવોટ વિજળી થશે ઉત્પન્ન
o
ડેમ બાંધવામાં 86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ
o
18 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ
o
સિંચાઈ સાથે સાથે પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે
o
ગુજરાતમાં 131 શહેરના કેન્દ્રો અને 9633 ગામમાં પાણી પહોંચાડાશે
o
જેમાં હાલ 2.80 કરોડ લોકો રહે છે જે 2012 સુધી 4 કરોડ થવાનો અંદેશો છે
o
મહારાષ્ટ્રમાં 37,500 હેક્ટરમાં સિંચાઈ થશે
o
રાજસ્થાનના બે સૂકા જિલ્લા જાલૌર અને બાડમેરમાં 2.46 લાખ
હેક્ટર જમીનમાં સિંચાઈ થશે
o
ગુજરાતમાં 9633 ગામોને પીવાનું પાણી પહોંચાડાશે
o
આ યોજાનાથી 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરા
પાડવામાં આવશે
o
ગુજરાતના 15 જિલ્લાના 3112 ગામોને
સિંચાઈનું પાણી પૂરુ પાડવામાં આવશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો