ગુરુવાર, 19 જુલાઈ, 2018


19જુલાઇની મહત્વપુર્ણ ઘટનાઓ

Related image

§  પ્રથમ મેટ્રો રેલ 1900 માં, ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ચાલતી હતી. વિશ્વની પ્રથમ મેટ્રો સેવા લંડનમાં શરૂ કરવામાં આવી હતી.
§  પ્રથમ ફિલ્મ પ્લેનમાં 1961માં બતાવવામાં આવી હતી.
§  1963માં જૉય વૉકર એરક્રાફ્ટ દ્વારા અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
§  ભારત સરકારે 1969 માં દેશના 14 મુખ્ય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો.
§  એપોલો II અવકાશયાત્રી નીલ આર્મ સ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન 1969 માં યાટમાંથી નીકળી ગયા હતા અને ચંદ્રની ભ્રમણકક્ષામાં ચાલ્યા ગયા હતા.
§  1976માંનેપાલમાં સાગરમાથા પાર્ક બનાવવામાં આવ્યું હતું.
§  2005માં વડા પ્રધાન મનમોહન સિંહે યુએસ કોંગ્રેસને સંબોધ્યા હતા.

જ્ન્મદિવસ

·         રિવોલ્વરનો શોધ કરનાર સેમ્યુઅલ કોલ્ટે 1814 માં જન્મ્યો હતો.
·         સ્વતંત્રતા સંગ્રામના પૂર્વગામી મંગલ પાંડેનો જન્મ 1827 માં થયો હતો.

ભારતીય એથ્લીટ નીરજ ચોપરાને ફ્રાન્સની જેવલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ

Image result for neeraj chopra

- સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટ : નીરજે ૮૫.૧૭ મીટર દૂર જેવલીન થ્રો કર્યો


ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ ફ્રાન્સમાં યોજાયેલી સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટની મેન્સ જેવલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. 

નીરજ ચોપરાએ જેવલીનને ૮૫.૧૭ મીટર દૂર થ્રો કરીને તમામ સ્પર્ધકોને પાછળ રાખી દીધા હતા અને ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. નોંધપાત્ર છેકે,ચોપરાએ ૨૦૧૬માં અંડર-૨૦ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ૮૬.૪૭ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 


વર્લ્ડ નંબર વન કોહલીનો રેન્કિંગમાં રેકોર્ડ : ૯૧૧ પોઈન્ટ્સ મેળવ્યા

Image result for kohli

- ૧૯૯૧ બાદ રેન્કિંગમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારો બેટ્સમેન

- ભારત શ્રેણી હાર્યું પણ કોહલીનું પર્ફોમન્સ નોંધપાત્ર રહ્યું

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતને ત્રીજી અને આખરી વનડેમાં ૮ વિકેટથી મળેલી હારને કારણે પ્રવાસી ટીમે ૨-૧થી શ્રેણી પણ ગુમાવી હતી. જોકે ભારતીય કેપ્ટન કોહલીએ શ્રેણીમાં જબરજસ્ત દેખાવ કરતાં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ટોચના બેટ્સમેન તરીકેનું પોતાનું સ્થાન મજબુત કરી લીધું હતુ. કોહલીને તેના પર્ફોમન્સ બદલ ૯૧૧ રેન્કિંગ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, જે ૧૯૯૧ બાદ કોઈ બેટ્સમેનને આપવામાં આવેલા હાઈએસ્ટ રેન્કિંગ પોઈન્ટસ છે.

છેલ્લે ઓસ્ટ્રેલિયાના ડિન જોન્સને માર્ચ, ૧૯૯૧માં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ૯૧૮ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. જે પછી આટલી ઉંચાઈએ પહોંચનારો કોહલી સૌપ્રથમ બેટ્સમેન છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વન ડેના ટોપ-ટેન બોલર્સમાં સ્થાન મળ્યું છે. યાદવે સિરિઝમાં નવ વિકેટ મેળવી હતી, જેમાં ટ્રેન્ટ બ્રિજમાં તેની ૨૫ રનમાં છ વિકેટનો રેકોર્ડ પણ સામેલ છે. ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન છે.


ભારત સામેની વન ડે શ્રેણીમાં સતત બે મેચોમાં સદી ફટકારનારો રૃટ વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. રૃટે બીજી વન ડેમાં અણનમ ૧૧૩ અને ત્રીજી વન ડેમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા.


કાશ્મીરના ઇતિહાસકાર તરીકે જાણીતા કલ્હણે ૧૨મી સદીમાં અમરનાથ ગુફાનો સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો હતો

Image result for kalhana rajatarangini

- બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર શિવાય બીજે કયાંય મળતું નથી.

જે લાખો ભકતો અમરનાથની ગુફાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૨ મી સદીમાં થઇ ગયેલા કાશ્મીરના વિખ્યાત ઇતિહાસકાર કલ્હણે પણ કર્યો હતો. ઇસ ૧૧૪૮ થી ૧૧૫૦ દરમિયાન સર્જન થયેલા આ રાજતરંગિણી નામના ગ્રંથમાં જમ્મુ અને કાશ્મીરના આરંભથી લઇને અનેક રાજકિય ઉથલપાથલનો ઇતહાસ મળે છે. 

Image result for amarnath gufa

કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણે નોધ્યું છે કે બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર શિવાય બીજે કયાંય મળતું નથી. એક એક પાણીની બુંદ જમા થાય છે જે શિવલિંગનો આકાર લે છે.

હિંદુઓ આની શિવપ્રતિમા તરીકે પૂજા કરે છે. ઇતિહાસકારની નોંધમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીર ઘાટી પહેલા સૌથી મોટું ઝરણું વહેતું હતું. અહીં કશ્યપ ઋષિ જે બહ્નમાના પુત્ર ઋષિ મરિચીના પુત્ર હતા તેમનો નિવાસ હતો. કાશ્મીરના બારાહમુલા શબ્દ વરાહમૂલ પરથી ઉતરી આવ્યો છે. શ્રીનગરની સ્થાપના મૌય સમ્રાટ અશોક દ્વારા થઇ હતી. અહીંયાથી બૌધધર્મ મધ્ય એશિયા, તિબ્બત અને ચીન સહિતના આસપાસના અનેક વિસ્તારોમાં ફેલાયો હતો.

અબુલ ફઝલના આઇને અકબરીમાં અમરનાથ સ્થળનો ઉલ્લેખ


અકબરના ઇતિહાસકાર અબુલ ફઝલે આઇને અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે અમરનાથ એક પવિત્ર તીર્થસ્થળ છે. ગુફામાં બરફની બુંદો બને છે. તે થોડા થોડા થઇને ૧૫ દિવસ સુધી સતત વધતું રહે છે. તે બે ગજથી પણ વધારે ઉંચું વધે છે. ચંદ્રમાં ઘટવાની સાથે તેનો આકાર પણ નાનો થતો જાય છે. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ૧૪ મી શતાબ્દિના મધ્યમાં વિદેશી આક્રમણના કારણે હિંદુઓએ કાશ્મીર છોડવાની ફરજ પડતા ૩૦૦ વર્ષ સુધી અમરનાથ યાત્રામાં વિધ્ન આવતા રહયા હતા.



વેંકૈયા નાયડુએ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ૧૦ ભાષા બોલીને માહિતી આપી


- ૨૨ ભાષામાં એક સાથે અનુવાદ કરવાની નવી સુવિધા

- રાજ્યસભાના સભ્યો હવે ડોગરી, કાશ્મીરી, કોંકણી, સાંથવી અને સિંધી ભાષામાં પણ વક્તવ્ય આપી શકશે

રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આજે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દસ ભાષામાં સંબોધન કરીને વિક્રમ સર્જ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં હવે એક સાથે ૨૨ ભારતીય ભાષામાં અનુવાદની સુવિધા ઉપલબ્ધ થશે.

રાજ્યસભામાં આજ સુધી ૧૭ ભાષામાં ભાષાંતર થતું હતું હવે ૨૨ ભાષામાં થશે. હવે રાજ્યસભાના સભ્યો ડોંગરી, કાશ્મીરી, કોંકણી, સાંથલી અને સિંધી ભાષામાં પણ બોલી શકશે.

આ જાહેરાત કરતી વેળાએ વેંકૈયા બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાના કેટલાક શબ્દો બોલી ભાષાંતર કરી બતાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વક્તાની ઝડપને કારણે થોડા સમય માટે આ સુવિધામાં થોડી ગરબડ રહેશે. દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભામાં સંસ્કૃત ભાષાને પણ દાખલ કરવા સૂચન કર્યું હતું.