વેંકૈયા નાયડુએ ચોમાસુ
સત્રના પ્રથમ દિવસે ૧૦ ભાષા બોલીને માહિતી આપી
- ૨૨ ભાષામાં એક સાથે અનુવાદ કરવાની નવી સુવિધા
- રાજ્યસભાના સભ્યો હવે ડોગરી, કાશ્મીરી, કોંકણી,
સાંથવી અને સિંધી ભાષામાં પણ વક્તવ્ય આપી શકશે
રાજ્યસભાના
અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આજે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દસ ભાષામાં સંબોધન કરીને
વિક્રમ સર્જ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં હવે એક સાથે ૨૨ ભારતીય
ભાષામાં અનુવાદની સુવિધા ઉપલબ્ધ થશે.
રાજ્યસભામાં આજ
સુધી ૧૭ ભાષામાં ભાષાંતર થતું હતું હવે ૨૨ ભાષામાં થશે. હવે રાજ્યસભાના સભ્યો
ડોંગરી, કાશ્મીરી, કોંકણી, સાંથલી અને
સિંધી ભાષામાં પણ બોલી શકશે.
આ જાહેરાત કરતી
વેળાએ વેંકૈયા બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી,
તમિલ અને તેલુગુ ભાષાના કેટલાક શબ્દો બોલી ભાષાંતર કરી બતાવ્યું
હતું. તેમણે જણાવ્યું હતું કે વક્તાની ઝડપને કારણે થોડા સમય માટે આ સુવિધામાં થોડી
ગરબડ રહેશે. દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભામાં સંસ્કૃત ભાષાને પણ દાખલ કરવા
સૂચન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો