ભારતીય એથ્લીટ નીરજ
ચોપરાને ફ્રાન્સની જેવલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ

- સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટ : નીરજે
૮૫.૧૭ મીટર દૂર જેવલીન થ્રો કર્યો
ભારતીય એથ્લીટ
નીરજ ચોપરાએ ફ્રાન્સમાં યોજાયેલી સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટની મેન્સ જેવલીન થ્રો
ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
નીરજ ચોપરાએ જેવલીનને ૮૫.૧૭ મીટર દૂર થ્રો
કરીને તમામ સ્પર્ધકોને પાછળ રાખી દીધા હતા અને ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી.
નોંધપાત્ર છેકે,ચોપરાએ ૨૦૧૬માં અંડર-૨૦ જુનિયર
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સમાં ૮૬.૪૭ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો