ગુરુવાર, 19 જુલાઈ, 2018

વર્લ્ડ નંબર વન કોહલીનો રેન્કિંગમાં રેકોર્ડ : ૯૧૧ પોઈન્ટ્સ મેળવ્યા

Image result for kohli

- ૧૯૯૧ બાદ રેન્કિંગમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારો બેટ્સમેન

- ભારત શ્રેણી હાર્યું પણ કોહલીનું પર્ફોમન્સ નોંધપાત્ર રહ્યું

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતને ત્રીજી અને આખરી વનડેમાં ૮ વિકેટથી મળેલી હારને કારણે પ્રવાસી ટીમે ૨-૧થી શ્રેણી પણ ગુમાવી હતી. જોકે ભારતીય કેપ્ટન કોહલીએ શ્રેણીમાં જબરજસ્ત દેખાવ કરતાં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ટોચના બેટ્સમેન તરીકેનું પોતાનું સ્થાન મજબુત કરી લીધું હતુ. કોહલીને તેના પર્ફોમન્સ બદલ ૯૧૧ રેન્કિંગ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, જે ૧૯૯૧ બાદ કોઈ બેટ્સમેનને આપવામાં આવેલા હાઈએસ્ટ રેન્કિંગ પોઈન્ટસ છે.

છેલ્લે ઓસ્ટ્રેલિયાના ડિન જોન્સને માર્ચ, ૧૯૯૧માં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ૯૧૮ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. જે પછી આટલી ઉંચાઈએ પહોંચનારો કોહલી સૌપ્રથમ બેટ્સમેન છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વન ડેના ટોપ-ટેન બોલર્સમાં સ્થાન મળ્યું છે. યાદવે સિરિઝમાં નવ વિકેટ મેળવી હતી, જેમાં ટ્રેન્ટ બ્રિજમાં તેની ૨૫ રનમાં છ વિકેટનો રેકોર્ડ પણ સામેલ છે. ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન છે.


ભારત સામેની વન ડે શ્રેણીમાં સતત બે મેચોમાં સદી ફટકારનારો રૃટ વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. રૃટે બીજી વન ડેમાં અણનમ ૧૧૩ અને ત્રીજી વન ડેમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો