Friday, 13 July 2018

વડોદરા: એક એવી ઘડિયાળ જે વિરુદ્ધ દિશામાં ચાલે છે પરંતુ સમય સાચો બતાવે છે


વડોદરા: એક એવી ઘડિયાળ જે વિરુદ્ધ દિશામાં ચાલે છે પરંતુ સમય સાચો બતાવે છે


- આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઈ છે


વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઈ છે પરંતુ એક એવી ઘડિયાળ છે.
જે ઘડિયાળ ઉંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે.
આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી અને પોતાની પરંપરાગત રીતે તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે.
એવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળો જોવા મળે છે.
સમય જોવા માટે બનાવવામાં આવેલી તમામ ઘડિયાળો ડાબેથી જમણી તરફ ફરે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે. જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પ્રમાણે સાચો સમય જ બતાવે છે.
બ્રહ્માંડ વિજ્ઞાન ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવતી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોમાં પોતાની વર્ષો જૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવવામાં આવી છે.
બિરસા મુંડાના ફોટાવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે. જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખવામાં આવ્યો છે. આજે આ ઘડિયાળ આદિવાસી સમાજના મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે.
આદીવાસી સમાજના લોકોનું માનવું છે કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને વર્ષોથી પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે. તેમના મતે બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણાથી ડાબા તરફ ફરે છે, ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે. પૃથ્વી પણ પોતાની ધરી પર જમણા ડાબા પડખે ફરે છે.
વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુની ચારે તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજમાં જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે તેમજ હાથે ફેરવામાં આવતી અનાજ દળવાની ઘંટી પણ જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે.
લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઇ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમતા હોય છે. જ્યારે હોળીના તહેવારમાં પણ હોળી જમણી તરફથી ફરતા હોય છે અને હોળીના સમયે મહિલાઓ તેમજ પુરૂષો જેરૈયા રમતા હોય છે તે સમયે પણ જમણી દિશામાં ફરીને પોતાના નૃત્ય કરતા હોય છે.
આદિવાસી સમુદાયનું માનવું છેકે આ દિશા જ સાચી દિશા છે એટલે સમય જાણવા માટે આદિવાસી સમુદાયે બનાવેલી જમણીથી ડાબી તરફથી ફરતી ઘડિયાળને પણ શુકન માનવામાં આવે છે તેમજ આદિવાસી સમુદાયની ઓળખ પણ માનવામાં આવે છે. જો કે અન્ય લોકો કરતા આદિવાસી સમુદાયના લોકો સમગ્ર કાર્ય જમણી દિશાથી કરતા હોય છે

French Fries Day 2018: ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાન્સ સાથે કોઇ કનેક્શન નથી


French Fries Day 2018: ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાન્સ સાથે કોઇ કનેક્શન નથી

- જાણો, ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે સંકળાયેલી કેટલીક વાતો


સામાન્ય રીતે લોકોને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ બહાર નાસ્તો કરવા જઇએ છીએ ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો ફ્રેન્ચ ફ્રાઇઝ એડ-ઑન કરી લેતા હોય છે. આ બાળકોથી લઇને વૃદ્ધ સુધી બધા લોકોની મનગમતી વાનગી હોય છે. જાણો, ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે સંકળાયેલ કેટલીક રસપ્રદ વાતો...
13 જુલાઇના દિવસે અમેરિકામાં નેશનલ ફ્રેન્ચ ફ્રાઇઝ ડે મનાવવામાં આવે છે. અમેરિકામાં આ દિવસે કેટલીય જગ્યા પર ફ્રી ફ્રેન્ચ ફ્રાઇઝ આપવામાં આવે છે, ત્યારે કેટલીક જગ્યાએ તેને ખાવાની કૉમ્પિટિશન રાખવામાં આવે છે.
જો તમને લાગતું હોય કે ફ્રેન્ચ ફ્રાઇઝને એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેને સૌથી પહેલા ફ્રાન્સમાં બનાવવામાં આવી હતી તો તમે ખોટું વિચારી રહ્યા છો. ફ્રેન્ચ ફ્રાઇઝની શોધ બેલ્જિયમમાં 1600 ઇસ્વીમાં થઇ હતી.
બેલ્જિયમમાં રહેતાં લોકો નદીઓ જામી જવા પર બટાકાને ફ્રાઇ કરીને ખાતા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિકોએ આ ફ્રાઇઝ ખાધી ત્યારે તેમને આ ફ્રાઇઝ ખૂબ જ પસંદ આવી. તેમણે તેનું નામ ફ્રેન્ચ આપ્યું, કારણ કે બેલ્જિયમ આર્મીની ઑફિશિયલ ભાષા ફ્રેન્ચ છે.
તમને જાણીને નવાઇ લાગશે કે આટલા વર્ષમાં ફ્રેન્ચ ફ્રાઇઝમાં કેટલાય ફેરફાર થયા છે. પહેલા લોકો તેને ટોમેટો કેચપ, મેયોનીઝ અને મસ્ટર્ડ સૉસ સાથે ખાતા હતા, પરંતુ હવે બજારમાં તેની સાથે અલગ-અલગ પ્રકારના ડિપ મળે છે.
હિમા દાસે IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપ U-20માં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ-    ભારતીય એથલિટે ફરી એક વખત દેશનું નામ રોશન કર્યું છે.

ભારતીય એથલિટ રનર હિમા દાસે ગુરૂવારે ઇતિહાસ રચતાં IAAF વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથલિટ બની છે.

18 વર્ષીય દાસે 51.46 સેકન્ડમાં 400 મીટરનું અંતર પાર કરીને ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પૂર્વે દાસે બુધવારે સેમીફાઇનલમાં પણ 51.10 સેકન્ડનો સમય કાઢીને ટોપ કર્યું હતું. પહેલા રાઉન્ડમાં પણ તેમણે 52.25 સેકન્ડનો રેકોર્ડ સમયમાં અંતર કાપ્યું હતું.

અસમની રહેવાસી દાસે ભારતીયી અંડર-20નો રેકોર્ડ 51.32 સમયમાં પુર્ણ કરતા એપ્રીલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદથી તે સતત પોતાનો સમય ઘટાડી રહ્યા છે. હાલમાં જ તેમણે આંતરરાજ્ય ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં તેણે 51.13 સેકન્ડમાં જ આટલુ અંતર પાર કર્યું હતું.