હિમા દાસે IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપ U-20માં
ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ
-
ભારતીય એથલિટે ફરી એક વખત દેશનું નામ રોશન કર્યું છે.
ભારતીય એથલિટ રનર હિમા દાસે ગુરૂવારે
ઇતિહાસ રચતાં IAAF વર્લ્ડ અંડર-20
એથલેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર ફાઇનલમાં
ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
એથલિટ બની છે.
18 વર્ષીય દાસે 51.46 સેકન્ડમાં 400 મીટરનું અંતર પાર કરીને ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પૂર્વે દાસે બુધવારે સેમીફાઇનલમાં પણ 51.10 સેકન્ડનો સમય કાઢીને ટોપ કર્યું હતું. પહેલા રાઉન્ડમાં પણ તેમણે 52.25 સેકન્ડનો રેકોર્ડ સમયમાં અંતર કાપ્યું હતું.
અસમની રહેવાસી દાસે ભારતીયી અંડર-20નો રેકોર્ડ 51.32 સમયમાં પુર્ણ કરતા એપ્રીલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદથી તે સતત પોતાનો સમય ઘટાડી રહ્યા છે. હાલમાં જ તેમણે આંતરરાજ્ય ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં તેણે 51.13 સેકન્ડમાં જ આટલુ અંતર પાર કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો