French Fries Day 2018: ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાન્સ સાથે કોઇ કનેક્શન નથી
- જાણો, ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે સંકળાયેલી કેટલીક વાતો
સામાન્ય રીતે લોકોને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ બહાર નાસ્તો કરવા જઇએ છીએ ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો ફ્રેન્ચ ફ્રાઇઝ એડ-ઑન કરી લેતા હોય છે. આ બાળકોથી લઇને વૃદ્ધ સુધી બધા લોકોની મનગમતી વાનગી હોય છે. જાણો, ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે સંકળાયેલ કેટલીક રસપ્રદ વાતો...
13 જુલાઇના દિવસે અમેરિકામાં નેશનલ ફ્રેન્ચ ફ્રાઇઝ ડે મનાવવામાં આવે છે. અમેરિકામાં આ દિવસે કેટલીય જગ્યા પર ફ્રી ફ્રેન્ચ ફ્રાઇઝ આપવામાં આવે છે, ત્યારે કેટલીક જગ્યાએ તેને ખાવાની કૉમ્પિટિશન રાખવામાં આવે છે.
જો તમને લાગતું હોય કે ફ્રેન્ચ ફ્રાઇઝને એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેને સૌથી પહેલા ફ્રાન્સમાં બનાવવામાં આવી હતી તો તમે ખોટું વિચારી રહ્યા છો. ફ્રેન્ચ ફ્રાઇઝની શોધ બેલ્જિયમમાં 1600 ઇસ્વીમાં થઇ હતી.
બેલ્જિયમમાં રહેતાં લોકો નદીઓ જામી જવા પર બટાકાને ફ્રાઇ કરીને ખાતા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિકોએ આ ફ્રાઇઝ ખાધી ત્યારે તેમને આ ફ્રાઇઝ ખૂબ જ પસંદ આવી. તેમણે તેનું નામ ફ્રેન્ચ આપ્યું, કારણ કે બેલ્જિયમ આર્મીની ઑફિશિયલ ભાષા ફ્રેન્ચ છે.
તમને જાણીને નવાઇ લાગશે કે આટલા વર્ષમાં ફ્રેન્ચ ફ્રાઇઝમાં કેટલાય ફેરફાર થયા છે. પહેલા લોકો તેને ટોમેટો કેચપ, મેયોનીઝ અને મસ્ટર્ડ સૉસ સાથે ખાતા હતા, પરંતુ હવે બજારમાં તેની સાથે અલગ-અલગ પ્રકારના ડિપ મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો