Sunday, 23 April 2017

વોટ્સએપમાં વાંધાજનક લખાણ માટે ગ્રુપમાં એડમિન વિરૃદ્ધ એફઆઈઆર થઈ શકશે

Image result for whatsapp

વોટ્સએપ ગૂ્રપમાં કોઈ વ્યક્તિ વાંધાજનક પોસ્ટ મુકશે તો તેની સજા એડમિનને ભોગવી પડી શકે છે. વારણસી (કાશી)ની કોર્ટના ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટે આ અંગે ચૂકાદો આપ્યો હતો.

બાષ્પીભવનના કારણે ઉડી જતાં પાણીને રોકવા થર્મોકોલ શીટ મૂકી પાણી બચાવવાનો તામિલનાડુ સરકારનો પ્રયોગ નિષ્ફળ 

Image result for vaigai dam with thermocol sheets

દુષ્કાળગ્રસ્ત તામિલનાડુમાં પાણી બચાવવા માટે બિન પરંપરાગત પધ્ધતીનું ઉદઘાટન સહકાર મંત્રી સેલુર કે. રાજુએ કર્યું હતું. પરંતુ જ્યારે થર્મોકોલ શીટ્સ  ભારે પવનના કારણે પાણીમાં વહી ગઇ ત્યારે તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યાર પછી મંત્રીએ પાણીના ફલો અને હવાની સમસ્યાને દૂર કરવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ભારે પવનના કારણે શીટ્સ વિવિધ દિશાઓમાં ઉડી ગઇ હતી. વાઇગઇ બંધનું પાણી મદુરાઇ, શિવગંગા, રાનાથમપુરમ સહિત  દુષ્કાળગ્રસ્ત છ જિલ્લાઓમાંથી પસાર થાય છે.