શનિવાર, 1 સપ્ટેમ્બર, 2018

જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું નિધન



જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે 3.30 કલાકે થયું છે. આજે બપોરે 3 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
 છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના કડવા વચનોમાટે ખુબ જ જાણીતા હતાં.

તરૂણ સાગરે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. ત્યાર બાદ તેમણે 8 માર્ચ 1981માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્તીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.

તેમને 20 દિવસથી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાંના ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમની તબીયતમાં સુધારો આવતો નથી. મુનિશ્રીની સારસંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી હતી. અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુર્માસ સ્થળે પરત આવી ગયા હતાં.

સરિતા ગાયકવાડની સિદ્ધિ ગુજરાતનું ગૌરવ


ઇન્ડોનેશિયાના જાકાર્તામાં હાલ ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલાઓની 4×400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ જીતનારી ટીમમાં એક ગુજરાતની યુવતી સરિતા ગાયકવાડ પણ સામેલ છે. જેને ગોલ્ડન ગર્લ અથવા ડાંગ એક્ષપ્રેસનાં નામથી સૌ ઓળખે છે. ત્યારે એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધારનાર અને ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર આ દોડવીર યુવતીને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એખ કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરિતા ગાયકવાડની સાથે જાકાર્તામાં તેમની ટીમમાં સોનિયા બૈશ્યા, હિમા દાસ અને પૂવામ્મા રાજુ મચેટ્ટીરા હતાં. સરિતા પોતે ગુજરાતના ડાંગ જિલ્લાના નાના એવા ગામમાંથી આવે છે. અને હાલ તેઓ અમદાવાદમાં ઇન્કમટેક્સ ઑફિસમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરે છે.

તેઓની સ્પોર્ટ્સમાં શરૂઆત ખો-ખોના ખેલાડી તરીકે થઈ હતી. વર્ષ 2005થી તેઓ ખો-ખો રમે છે. ખો-ખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ ગુજરાત રાજ્ય તરફથી 17 વખત રમી ચૂક્યાં છે.2012 સુધી તેઓ ખો-ખોની ગેમ રમતાં હતાં. જે બાદમાં તેમણે એથ્લેટિક્સ શરૂ કર્યું હતું.
ભારતીય મહિલા ટીમને સેઈલિંગમાં સૌપ્રથમ વખત અને હોકીમાં ૨૦ વર્ષે સિલ્વર

 Image result for varsha gautam sailor times of india

ભારતીય મહિલા ટીમે એશિયાડ હોકીમાં ૨૦ વર્ષ બાદ અને સેઈલિંગમાં સૌપ્રથમ વખત સિલ્વર મેડલ જીતવાની સાથે નવો ઈતિહાસ રચી દીધો હતો. મહિલા હોકીની ફાઈનલમા પ્રવેશેલા ભારતને જાપાન સામેના હાઈવોલ્ટેજ મુકાબલામાં ૧-૨થી હારનો સામનો કરવો પડયો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે છેલ્લે ૧૯૯૮ના એશિયાડમાં ફાઈનલમાં પ્રવેશી હતી, જ્યાં તેમને સાઉથ કોરિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. સેઈલિંગમા ભારતની વર્ષા ગૌતમ અને સ્વેતા શેર્વેગરે જોરદાર દેખાવ કરતાં સિલ્વર સફળતા મેળવી હતી.
આ સાથે ભારતને એશિયન ગેમ્સની સેઈલિંગની ઈવેન્ટમાં પહેલી વખત મહિલા કેટેગરીમાં સિલ્વર મેડલ મલ્યો હતો. નોંધપાત્ર છે કે, વર્ષા ગૌતમે ગત એશિયાડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
એશિયન ગેમ્સ- ૨૦૧૮ સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતને બોક્સિંગ અને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. સેઈલિંગમાં પણ ભારતે બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા.

ઇન્દુ જળ સંધી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ સપ્તાહમાં લાહોરમાં બેઠક




ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર દ્વીપક્ષીય મંત્રણા માટે તૈયારીઓ શરૃ કરાઇ હતી અને ભારત તેમજ પાકિસ્તાન અત્યંત મહત્તવના ઇન્દુ જળ સંધીના વિવિધ પાસાઓ પર ફરીથી ચર્ચાની શરૃઆત કરશે.
ભારત અને પાક.કાયમી ઇન્દુ પંચની છેલ્લી બેઠક માર્ચમાં નવી દિલ્હીમાં યોજાઇ હતી જેમાં બંને પક્ષોએ પાણીના પ્રવાહની વિગતોની આપ લે કરી હતી અને ૧૯૬૦ના ઇન્દુ જળ સંધી હેઠળ કેટલું પાણી ઉપયોગ કરે છે તેની વિગતો જોઇ હતી.
રાજકોટમાં 'ગોરસ' લોકમેળાનો આજથી આનંદ-ઉલ્લાસભેર પ્રારંભ


શ્રાવણિયા સરવડાઓથી સર્જાયેલા ખૂશનુમા માહોલમાં જન્માષ્ટમી પર્વે રાજકોટનો જગમશહૂર લોકમેળો ગોરસ કાલથી શરૂ થઈ રહ્યો છે. 

રેસકોર્સ મેદાનમાં સવારે ૧૦ કલાકે રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનાં હસ્તે લોકમેળો ખૂલ્લો મૂકવામાં આવશે. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે. લોકમેળા દરમ્યાન તસ્વીર સ્પર્ધા પણ યોજવામાં આવશે.