શનિવાર, 1 સપ્ટેમ્બર, 2018

સરિતા ગાયકવાડની સિદ્ધિ ગુજરાતનું ગૌરવ


ઇન્ડોનેશિયાના જાકાર્તામાં હાલ ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલાઓની 4×400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ જીતનારી ટીમમાં એક ગુજરાતની યુવતી સરિતા ગાયકવાડ પણ સામેલ છે. જેને ગોલ્ડન ગર્લ અથવા ડાંગ એક્ષપ્રેસનાં નામથી સૌ ઓળખે છે. ત્યારે એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધારનાર અને ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર આ દોડવીર યુવતીને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એખ કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરિતા ગાયકવાડની સાથે જાકાર્તામાં તેમની ટીમમાં સોનિયા બૈશ્યા, હિમા દાસ અને પૂવામ્મા રાજુ મચેટ્ટીરા હતાં. સરિતા પોતે ગુજરાતના ડાંગ જિલ્લાના નાના એવા ગામમાંથી આવે છે. અને હાલ તેઓ અમદાવાદમાં ઇન્કમટેક્સ ઑફિસમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરે છે.

તેઓની સ્પોર્ટ્સમાં શરૂઆત ખો-ખોના ખેલાડી તરીકે થઈ હતી. વર્ષ 2005થી તેઓ ખો-ખો રમે છે. ખો-ખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ ગુજરાત રાજ્ય તરફથી 17 વખત રમી ચૂક્યાં છે.2012 સુધી તેઓ ખો-ખોની ગેમ રમતાં હતાં. જે બાદમાં તેમણે એથ્લેટિક્સ શરૂ કર્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો