Friday, 17 August 2018


ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનાં અંગત જીવનની કેટલીક રસપ્રદ વાતો

 

- અટલ બિહારી વાજપેયીનું ૯૪ વર્ષની વયે દિલ્હી સ્થિત એમ્સમાં નિધન

https://www.gujaratsamachar.com/content_image/content_image_4d44e97e-3913-436f-b919-db543b5ad57b.jpeg

 

ત્રણ વખત દેશનાં વડાપ્રધાન રહી ચુકેલા લોકલાડીલા નેતા અટલ બિહારી વાજપેયીનું ૯૪ વર્ષની વયે દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું હતું. વાજપેયી લોકપ્રિય વડાપ્રધાન ઉપરાંત ઉત્તમ વક્તા, કવિ અને પત્રકાર પણ હતાં. કવિતાઓ ઉપરાંત તેઓ ફુટબોલ, હોકી, ફિલ્મોનાં પણ શોખિન હતાં.

અહીં તેમના જીવનની કેટલીક ઓછી જાણીતી બાબતો રજૂ કરવામાં આવી છે.


*તેમનાં જીવનનો ઉદ્દેશ્ય - પોતાના જીવનનાં ઉદ્દેશ્ય અંગે તેમણે કહ્યું હતું કે 'હું જીવનનાં દરેક તબક્કે મારા ભાગની જવાબદારી ગંભીરતાથી નિભાવવા માંગું છું. ભારતને એક મહાન રાષ્ટ્રરૃપે જોવા માંગું છું.'

* જીવનની સૌથી દુઃખી ક્ષણો - પોતાના પિતાને ગુમાવ્યાનો અફસોસ. વાજપેયીને આજીવન રહ્યો હતો.

* નજીકના મિત્રો - લાલ કૃષ્ણ અડવાણી, ભૈરવસિંહ શેખાવત, એન એમ ઘટાટે, જસવંત સિંહ, મુકુંદ મોદીને વાજપેયીએ પોતાના ખાસ મિત્રો ગણાવ્યા હતાં.

* પસંદગીનો પરિધાન - વાજપેઇને ધોતી-કુર્તો ઉપરાંત ખાસ પ્રસંગો પર પઠાણી સૂટ પહેરવો ગમતો હતો.

* ગમતા સ્થળો - મનાલી, અલ્મોડા, તથા માઉન્ટ આબુ.

* પસંદગીનો રંગ - વાદળી. પસંદગીની ડીસ - માછલી, ચાઇનીઝ, ખિચડી, ખીર, તથા માલપુઆ.

* દિલ્હીમાં ભોજન માટેની પસંદગીની જગ્યાઓ - પરાઠા ગલી, સાગર તથા ચુંગવા.

* પ્રિય શાસ્ત્રીય ગાયકો - ભીમસેન જોશી, અમજદ અલી ખાન, તથા હરિપ્રસાદ ચૌરસીયા.

* હિન્દી ફિલ્મનું ગમતું ગીત - આર ડી બર્મનનાં કંઠે ગવાયેલું 'ઓ માંઝી' તથા મુકેશ અને લતા મંગેશકરે ગાયેલું 'કભી કભી મેરે દિલમેં' ખૂબ પ્રિય હતું.

* પ્રિય ગાયકો - લતા મંગેશકર, મુકેશ તથા મોહમ્મદ રફી.

* પસંદગીની હિંદી ફિલ્મો - દેવદાસબંદીની, તથા તીસરી કસમ.

* ગમતી અંગ્રેજી ફિલ્મો - 'ગાંધી', 'બોર્ન ફ્રી', અને 'બ્રાઈડ ઓવર રિવર કવાઈ'

* પ્રિય હિન્દી કવિઓ - નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી, બાલકૃષ્ણ શર્મા નવીન, જગન્નાથ પ્રસાદ મિંલિંદ, ફૈઝ (ઉર્દુ)

 

વિદેશમાં ભારતના ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયના કર્ણધાર વાડેકરનું નિધન

 

- ૧૯૭૧માં વિન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર વાડેકરની આગેવાનીમાં ભારતે સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો

 

- ક્રિકેટર અને કેપ્ટન તરીકેની સફળતા મેળવ્યા બાદ વાડેકરે કોચ તેમજ સિલેક્ટર તરીકે પણ અસરકારક ભૂમિકા ભજવી હતી : ૭૭ વર્ષના વાડેકર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા : આવતીકાલે અંતિમક્રિયા યોજાશે


https://www.gujaratsamachar.com/content_image/content_image_872ee5f2-71c1-447f-8773-0c3bca79ce21.jpeg

 


ઈ.સ.૧૯૭૧માં ભારતને વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ સિરિઝ વિજય અપાવનારા કેપ્ટન અજિત વાડેકરને ૧૫મી ઓગસ્ટે હાલત વધુ ગંભીર બનતાં  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ૭૭ વર્ષની વયે અવસાન થયું હતુ.વાડેકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા.


ભારતીય ક્રિકેટ જગતને કેપ્ટન તરીકે દુનિયાભરમાં ગૌરવ અપાવનારા ક્લાસિકલ ડાબોડી બેટ્સમેન અજીત વાડેકરે ખેલાડી તરીકેની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમજ સિલેક્ટર તરીકે પણ ક્રિકેટની સેવા કરી હતી. 
 
વાડેકરના નિધનને કારણે ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાડેકર તેમની પાછળ તેમની પત્ની રેખા અને બે પુત્રો તેમજ એક પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.

આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા વાડેકરે ૩૭ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટર તરીકે ૨,૧૧૩ રન ફટકાર્યા હતા અને ભારતની સૌપ્રથમ વન ડેમાં કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.