શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018


વિદેશમાં ભારતના ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયના કર્ણધાર વાડેકરનું નિધન

 

- ૧૯૭૧માં વિન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર વાડેકરની આગેવાનીમાં ભારતે સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો

 

- ક્રિકેટર અને કેપ્ટન તરીકેની સફળતા મેળવ્યા બાદ વાડેકરે કોચ તેમજ સિલેક્ટર તરીકે પણ અસરકારક ભૂમિકા ભજવી હતી : ૭૭ વર્ષના વાડેકર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા : આવતીકાલે અંતિમક્રિયા યોજાશે


https://www.gujaratsamachar.com/content_image/content_image_872ee5f2-71c1-447f-8773-0c3bca79ce21.jpeg

 


ઈ.સ.૧૯૭૧માં ભારતને વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ સિરિઝ વિજય અપાવનારા કેપ્ટન અજિત વાડેકરને ૧૫મી ઓગસ્ટે હાલત વધુ ગંભીર બનતાં  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ૭૭ વર્ષની વયે અવસાન થયું હતુ.વાડેકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા.


ભારતીય ક્રિકેટ જગતને કેપ્ટન તરીકે દુનિયાભરમાં ગૌરવ અપાવનારા ક્લાસિકલ ડાબોડી બેટ્સમેન અજીત વાડેકરે ખેલાડી તરીકેની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમજ સિલેક્ટર તરીકે પણ ક્રિકેટની સેવા કરી હતી. 
 
વાડેકરના નિધનને કારણે ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાડેકર તેમની પાછળ તેમની પત્ની રેખા અને બે પુત્રો તેમજ એક પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.

આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા વાડેકરે ૩૭ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટર તરીકે ૨,૧૧૩ રન ફટકાર્યા હતા અને ભારતની સૌપ્રથમ વન ડેમાં કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો