સોમવાર, 24 ડિસેમ્બર, 2018

PM મોદીએ અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂ. નો સ્મારક સિક્કો રજૂ કર્યો



PM નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો રજૂ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે.
 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો રજૂ કરાયો છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924એ ગ્વાલિયરમાં થયો હતો. સરકાર તેમની 95મી જન્મતિથિને યાદગાર બનાવી રહી છે.
PM મોદીએ કહ્યુ કે અટલજીનો સિક્કો અમારા દિલો પર 50 વર્ષથી વધારે ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીએ તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. 
સિક્કાની ખાસિયત
- સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર હશે
- સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ હશે. આની પર એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવશે
- તસવીરના નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924 અને દેહાંતનું વર્ષ 2018 અંકિત કરવામાં આવશે
- સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને આમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકિલ અને 5 ટકા જસત હશે. 
- સરકાર સિક્કાની બુકિંગ માટે સમય નક્કી કરશે અને આમાં પ્રીમિયમ દરો પર વેચવામાં આવશે. આને ટંકશાળથી પણ ખરીદી શકાશે.
- સિક્કાને 3300થી 3500 રૂપિયાની પ્રીમિયમ દરો પર વેચવાની આશા છે.

ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ-૪ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ

 

ચાર હજાર કિ.મી. દૂર સુધી પ્રહાર કરી શકતી અગ્નિ ૪ ઉડાન વખતે ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા અને માર્ગદર્શન આપવા સક્ષમ

વીસ મીટર લાંબી ૧૭ ટનની અગ્નિ ૪ મિસાઈલ સૌથી પહેલાં ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી


ભારતે રવિવારે ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી ચાર હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકતી સરફેસ ટુ સરફેસ અગ્નિ ૪ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા હાથ ધરાયેલું આ સાતમું પરીક્ષણ હતું. સવારે ૮ઃ૩૫ વાગ્યે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના ચોથા લોન્ચ કોમ્પ્લેક્સ પરથી સેનાએ તાલીમ અભ્યાસના ભાગરૃપે આ પરીક્ષણ કર્યું હતું. આ પહેલાં બીજી જાન્યુઆરી


૨૦૧૮ના રોજ અબ્દુલ કલામ ટાપુ પરથી જ પરીક્ષણ કરાયું હતુંજે અગાઉ વ્હિલર આઈલેન્ડ તરીકે ઓળખાતો હતો. સંપૂર્ણ સ્વદેશી ગણાતી આ મિસાઈલમાં અનેક એડવાન્સ્ડ હાઈટેક સિસ્ટમ છે. જેમ કેઅગ્નિ ૪ બેલિસ્ટિક મિસાઈલ ઉડાન વખતે કોઈ ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા તેમજ માર્ગદર્શન આપવા સક્ષમ છે. આ ઉપરાંત તે એવિયોનિક્સફિફ્થ જનરેશન ઓન બોર્ડ કમ્પ્યુટર અને ડિસ્ટ્રિબ્યુટેડ આર્કિટેકચર ધરાવે છે. આ ઉપરાંત તેમાં માઈક્રો નેવિગેશન સિસ્ટમથી સજ્જ 'રિંગ લેસર ગાયરો બેઝડ્ ઈનએર્ટિયલ નેવિગેશન સિસ્ટમ' (RINS) પણ છેજેના કારણે મિસાઈલને ઈચ્છીએ તે ચોક્કસ સ્થળે સહેલાઈથી પહોંચાડી શકાય છે.


સેનાના સૂત્રોના જણાવ્યાનુસારઆ મિસાઈલ પર રડારટ્રેકિંગ સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોની મદદથી નજર રખાઈ હતીજેને એક મોબાઈલ લૉન્ચરની મદદથી છોડવામાં આવી હતી. અગ્નિ ૪ બે તબક્કામાં બનાવાયેલી મિસાઈલ છે. આશરે ૧૭ ટન વજન ધરાવતી અગ્નિ ૪ મિસાઈલ વીસ મીટર લાંબી છે. અગ્નિ ૪ને સૌથી પહેલાં ૨૦મી જાન્યુઆરી૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી. હાલમાં જ અગ્નિ ૫ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સરફેસ ટુ સરફેસ પ્રહાર કરી શકતી આ મિસાઈલ પાંચ હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ છે.

નોંધનીય છે કેહાલ ભારતીય સેનાના શસ્ત્રભંડારમાં અગ્નિ ૧૩ અને પૃથ્વી જેવી મિસાઈલ સામેલ છેજેના કારણે ભારતની લશ્કરી ક્ષમતા અનેકગણી વધી ગઈ છે.