PM મોદીએ અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂ. નો સ્મારક સિક્કો રજૂ કર્યો
PM નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના
સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો રજૂ કર્યો
છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે.
PM મોદીએ કહ્યુ કે અટલજીનો સિક્કો અમારા દિલો પર 50 વર્ષથી વધારે ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીએ તો
આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
સિક્કાની ખાસિયત
- સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર હશે
- સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ હશે. આની પર એક બાજુ પૂર્વ
વડાપ્રધાનનું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવશે
- તસવીરના નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924
અને દેહાંતનું વર્ષ 2018
અંકિત કરવામાં આવશે
- સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને આમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5
ટકા નિકિલ અને 5 ટકા જસત હશે.
- સરકાર સિક્કાની બુકિંગ માટે સમય નક્કી કરશે અને આમાં
પ્રીમિયમ દરો પર વેચવામાં આવશે. આને ટંકશાળથી પણ ખરીદી શકાશે.
- સિક્કાને 3300થી 3500 રૂપિયાની પ્રીમિયમ દરો પર વેચવાની આશા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો