Tuesday, 6 November 2018

અયોધ્યામાં ધામધૂમથી ઉજવાશે દિવાળી, દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી તમામ કાર્યક્રમમાં લેશે ભાગઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની ઉજવણીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે દીપોત્સવીના કાર્યક્રમોમાં ભાગ લેવા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની પણ ભારત આવી રહી છે. તેમના સ્વાગતમાં અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. સરયૂ નદીના ઘાટ પર ભગવાન રામ અને હનુમાનજીની મૂર્તિઓ પણ લગાડવામાં આવી છે. ઘાટના પગથિયા પર લાખો દીવડા પ્રગટાવવામાં આવશે. 
નદીના બંને કિનારે 3 લાખથી વધારે દીવા પ્રજ્વલિત કરવામાં આવશે. આ આયોજનની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન કિમ સાથે હાજરી આપશે.
દિવાળી પૂર્વે મંગળવારે રામાયણના અગલ અલગ ભાગ દર્શાવતા પ્લોટસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં કોરિયા, રુસ, લાઓસ, ત્રિનિંદાદના આંતરરાષ્ટ્રીય અને 500 ભારતીય  કલાકારો ભાગ લેશે. મંગળવારે બપોરે 3 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિમ જુંગ સુકનું સ્વાગત કરશે.