Date: 24/03/2017
ગંગા
હવે કાયદેસરની વ્યક્તિ બની, હાઈકોર્ટે કહ્યું - ગંગા નદી સાથે માણસની
જેમ વર્તવામાં આવે
·
ઉત્તરાખંડ હાઇકોર્ટે ગંગા નદીને
·
ગંગા ને પ્રદૂષિત કરનાર સામે હવે વ્યક્તિની રીતે કાર્યવાહી
ચાલશે
દેહરાદૂન : ઉત્તરાખંડ હાઈકોર્ટે સોમવારે એકસુનાવણી દરમ્યાન કહ્યું કે ગંગા દેશની પહેલી જીવંત નદી છે અને તેને એ જ અધિકારો મળવા જોઈએ જે
એક વ્યકિતને મળે છે. હાઇકોર્ટનાં આ નિર્ણયનો મતલબ છે કે જો કોઈ ગંગાને પ્રદૂષિત કરશે
તો તેની સામે એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે જે રીતે એક વ્યક્તિને નુકસાન પહોંચવા
માટે કરવામાં આવે છે.
સરકારના ગંગા એડમિનિસ્ટ્રેશન બોર્ડ બનાવે
હાઇકોંર્ટે સરકારને આદેશ આપ્યો કે તે ગંગાની સફાઈ અને
જાળવણી માટે ગંગા એડમિનિસ્ટ્રેશન બોર્ડ બનાવે. આ મહિનાની શરૂઆતમાં હાઇકોર્ટે કેન્દ્ર
અને રાજ્ય સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે આ મુદ્દે કોઈ નક્કર કામગીરી તેમણે હજી સુધી કરી નથી. હાઇકોર્ટે
કહ્યું હતું ફે સરકારે લુપ્ત થતી સરસ્વતી નદી શોધવા માટે બહુ પ્રયાસો કર્યાં પણ ગગા
માટે કંઈ નથી કર્યું. કોર્ટે જણાવ્યું કે જો ગંગાની તરફ જો યોગ્ય ઘ્યાન અપાયું હોત તો આ નદી ફરીવાર
પોતાની ખોવાયેલ ધારા અને ગૌરવને હાંસલ કરી શકી હોત.
--------------------------------------------------------------------------------------------------------------------------
વોડાફોન-આઇડિયાનું મર્જર : રૂ. ૧.૫૩ લાખ કરોડની દેશની
સૌથી મોટી ટેલિકોમ કંપની
બોર્ડની મંજૂરી મળી ગયા પછી આઈડિયા સેલ્યુલર લિમિટેડ અને વોડાફોન ઇન્ડિયા
લિમિટેડે આજે મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર પછી આ કંપની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
બની જશે. નવી કંપનીની કુલ આવક
૮૦,૦૦૦ કરોડ રૂપિયાની થઈ
જશે.
નવી કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા ૪૦ કરોડ અને આવક રૂ.૮૦ હજાર કરોડે પહોંચશે. કંપનીના સીઇઓ કુમાર
મંગલમ બિરલા રહેશે
--------------------------------------------------------------------------------------------------------------------------
પાકિસ્તાનના પ્રથમ મહિલા વિદેશ પ્રધાન
તેહમીનાએ કાર્યભાર સંભાળ્યો
પાકિસ્તાનના
પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે તેહમીના જુનેજાએ
આજે તેમનો કાર્યભાર સંભાળી લીધો હતો .અગાઉ તેઓ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં
પાક.
ના કાયમી પ્રતિનીધી હતા. અમેરિકામાં પાક.
ના રાજદૂત તરીકે નિમાયેલા ઐજાઝ એહમદની જગ્યાએ તેમને ગયા મહિને વિદેશ સચિવ તરીકે નિમવામાં
આવ્યા હતા.
'તેહમીના
જુનેજાએ પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર આજે સંભાળી લીધો
હતો’ એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ
કહ્યું હતું. તેહમીના જુનેજા ૧૯૮૪ માં
વિદેશ સેવામાં જાડાયા હતા અને તેમને
અનેક જગ્યાએ કામ કરવાનો અનુભવ છે.
જુનેજા એક ખુબ જ અનુભવી
રાજદ્વારી છે જેમની પાસે ૩૨ વર્ષનો અનુભવ છે. તેમની પાસે કાયદે આઝમ યુનિ. ઇસ્લામાબાદની અને કોલંબિયા
યુનિ. અમેરિકાની માસ્ટરની
ડીગ્રી છે. તેમની પાસે હેડક્વાર્ટરમાં અને વિદેશોમાં પણ દ્વીપક્ષીય અને બહુલક્ષીય ક્ષેત્રે
કામ કરવોનો અનુભવ છે. તેઓ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને પાકિસ્તાનના ઇટાલીના રાજદૂત પણ હતા.
--------------------------------------------------------------------------------------------------------------------------
અવળચંડા ચીનના સરકારી અખબારની
ભારતને ધમકી
ભારત વન બેલ્ટ, વન રોડનું સમર્થન નહીં કરે તો આકરા પગલાં ભરાશે : ચીન
ભારત વન બેલ્ટ, વન રોડનું સમર્થન નહીં
કરે તો ચીન આકરાં પગલાં ભરશે. એવી ધમકી અવળચંડા ચીનના સરકારી અખબારે ભારતને આપી હતી. યુરોપ સાથે જોડાવાનો
ચીનનો આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને ભારતનો સહકાર ન મળવાથી ચીન અકળાયું છે.
યુરોપ સાથે સડક માર્ગે જોડાવાનો ચીનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ભારત માટે જોખમી
: ભારત સમર્થન આપતું
ન હોવાથી ચીન લાલઘૂમ
વન બેલ્ટ, વન રોડ એટલે કે સિલ્ક
રોડ બનાવવાનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચીને હાથ ધર્યો છે. ચીન આ રસ્તા મારફત
છેક યુરોપિયન દેશો સાથે જોડાણ કરવા ઈચ્છુક છે. આ રૂટના કારણે ચીનની વ્યાપારિક પહોંચ વધશે અને સાથે
સાથે દુનિયાના મહત્વના બંદરો સાથે પણ તેનું જોડાણ વધુ મજબૂત બનશે. ધ સિલ્ક રોડ ઈકોનોમિક
બેલ્ટ ભારત માટે જોખમી છે. આ માર્ગ બનાવીને ચીન ભારત ઉપર કૂટનૈતિક દબાણ વધારી શકે છે. એ કારણે ભારત આ રૂટનું
સમર્થન કરતું નથી.
--------------------------------------------------------------------------------------------------
૨૧મી માર્ચ આંતરરષ્ટ્રીય વન દિવસ
વન વિભાગ ગુજરાત રાજ્ય
·
છેલ્લા ૧૦ વર્ષમાં
વૃક્ષની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો
·
છેલ્લા ૧૫ વર્ષમાં
વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ૩૮૭૮ ચો.કિ.મી.નો વધારો
· દેશમાં વન વિસ્તાર
બહારના વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ભૌગોલિક વિસ્તારના ૨.૮૨% ના વધારાની સામે
ગુજરાતમાં ૪.૦૪% નો વધારો
·
સમગ્ર દેશમાં ચેરના
વનોનો સૌથી વધુ વધારો ગુજરાત રાજ્યમાં
·
સિંહની વસ્તી ૨૦૧૫માં
૫૨૩ થઈ, પાંચ વર્ષમાં ૨૭% નો વધારો
·
વ્હેલ શાર્ક સંરક્ષણ
હેઠળ ૫૮૩ વ્હેલ શાર્ક બચાવાઈ
ફાર્મ ફોરેસ્ટ યોજના : વૃક્ષોના વાવેતર માટે વનવિભાગ દ્વારા સહાય કરવામાં આવે છે. જેમાં ખેડૂતો વાવેતર કરે છે. ખેડૂતો વન વિભાગને અરજી કરે છે. આ અરજી પર વનવિભાગ સ્થળ મુલાકાત લઈ ખેડૂતોને સહાય કરે છે અને ખેડૂતોએ વાવેલા વૃક્ષોનું વાવેતર કરે તો તેના બેઇઝ પર ખેડૂતોને વનવિભાગ દ્વારા પ્રોત્સાહન મળે છે. દર વર્ષે ૪૦૦ હેકટરમાં વાવેતર આ યોજના દ્વારા થાય છે.
ગ્રામ વન યોજના : આ યોજના અંતર્ગત ગામની પડતર જમીનમાં વનીકરણ માટે વનવિભાગ સહાય કરે છે. જેમાં પ્લાન્ટેસનનો પૂરો ખર્ચો વનવિભાગ કરે છે અને ત્યારબાદ આ વૃક્ષોની હરાજીથી થયેલી ઇન્કમનો ૧ ભાગ ગ્રામપંચાયતને વિકાસ માટે ફાળવવામાં આવે છે.
સામાજીક વનીકરણ યોજના : આ યોજનામાં ખેડૂતોના ખેતરોના શેડ ઉપર અથવા ખેતરોમાં વૃક્ષો વાવવા સહાય કરે છે. જેમાં ખેડૂતો નિલગીરીનું વાવેતર વધુ કરતાં હોય છે.
વિકેન્દ્રીત નર્સરી યોજના : આ યોજનામાં સ્વયં જૂતો, લેડીઝ સંસ્થાઓ કે જ્યાં નર્સરી કરવા માગે છે, તેઓને પોલીથીન બેગ, છોડવાઓ, ખાતર વગેરેની સહાય કરવામાં આવે છે.
વનમહોત્સવ યોજના : આ યોજનામાં દર ચોમાસામાં દરેક તાલુકા અને જિલ્લાઓમાં રાહતદરે છોડવાઓ અને વૃક્ષો આપવામાં આવે છે. જેના માટે એક ટેમ્પો ગામડાઓમાં વૃક્ષો લઈને ફરે છે.
---------------------------------------------------------------------------------------------------