ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018


દિલ્હીમાં ભારતનો પ્રથમ રેડિયો ઉત્સવ



વિશ્વ રેડિયો ડે (13મી ફેબ્રુઆરી) ના રોજ ભારતનો પ્રથમ રેડિયો ફેસ્ટિવલ યુનેસ્કો હાઉસ ખાતે નવી દિલ્હીમાં યોજાયો હતો. 


યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) સાથે ભાગીદારીમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ વુમન ઇન રેડિયો એન્ડ ટેલિવિઝન (આઇએડબલ્યુઆરટી) દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.




બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળી આવ્યો


- 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા'નો રિપોર્ટ

- સોનેરી કલરની રેતી ધરાવતા રાજસ્થાનમાં માત્ર જમીનથી ૩૦૦ ફૂટ નીચે સોનુ ભંડારાયેલું છે : સોના ઉપરાંત ૩

રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભુગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા 'જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)'ના ડિરેક્ટર જનરલે આ માહિતી આપી હતી. આ ભંડાર અંદાજે ૧૧.૪૮ કરોડ ટન જેટલો હોવાની શક્યતા છે. સોનાનો આ જથ્થો વળી જમીન સપાટીથી ૩૦૦ ફીટની જ ઊંડાઈએ ધરબાયેલો છે.

રાજસ્થાન રણ માટે જાણીતું છે અને રેતીનો કલર પણ સોનેરી હોય છે. રાજસ્થાનના તો પેટાળમાંથી પણ સૂવર્ણરેત નીકળે એવી શક્યતા ઉભી થઈ છે. આ સોનાને કિલોગ્રામના હિસાબે ગણવામાં આવે તો ૧૧૪,૮૦,૦૦,૦૦,૦૦૦ (૧૧૪ અબજ, ૮૦ કરોડ) કિલોગ્રામ જેટલું થાય. અત્યારે સોનાનો ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ ૩૦ લાખ રૃપિયા જેવો બેસે છે. એ હિસાબે રાજસ્થાનની ધરતીમાં અબજો અબજો રૃપિયાનું સોનુ ધરબાયેલું છે.

જીએસઆઈના ડિરેક્ટર એન.કે.રાવે જણાવ્યુ હતું કે આ સોનું બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં છે, પરંતુ તેનું એક્ઝેટ લોકેશન જાણ્યા પછી જ ઉત્ખન્ન કાર્ય આરંભાશે. સોના ઉપરાંત તાંબાનો પણ મોટો જથ્થો અહીંની ધરતીમાં જોવા મળ્યો છે. આ બે શહેર ઉપરાંત સિકર જિલ્લાના નીમ કા થાના વિસ્તારમાં પણ પેટાળની તસાપ ચાલી રહી છે.

સોના અને તાંબા ઉપરાંત જયપુરના પેટાળમાં સીસું (લીડ) અને ઝીંકની હાજરી જોવા મળી છે.  લીડ-ઝીંકનો જથ્થો કુલ મળીને ૩૫ કરોડ ટન થવા જાય છે. આ બન્ને ધાતુ રાજપુરા-દારીબા વિસ્તારની ખાણમાં મળી આવી છે. રાજસ્થાનમાં જોકે વર્ષોથી તાંબુ તો મળે જ છે. અત્યાર સુધીમાં રાજસ્થાનની ધરતીમાંથી કુલ ૮ કરોડ ટન તાંબુ હોવાની જાણકારી તો મળી ચૂકી છે.



ગાંધીજીએ ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ એક માત્ર રેડિયો સંબોધન કર્યુ હતું


- પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ઉદ્દેશીને

- સંબોધને ભાગલાના ઘા સહન કરનારા લોકો માટે મલમનું કામ કર્યું હતું

દેશને આઝાદી મળી તેની સાથે વિભાજનનું દુખ પણ સહન કરવું પડયું હતું.ગાંધીજીએ ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યુ હતું. ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨ લાખથી વધુ લોકોને સંબોધન માટે ગાંધીજીએ આ લોક માધ્યમનો ઉપયોગ કર્યો હતો.આ માટે ગાંધીજી ખૂદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું આ પહેલું અને છેલ્લું સંબોધન હતું.

ગાંધીજીએ મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મૂઝે પતા નહી થા કિ સિવાય આપ કે મૂઝે કોઇ સુનતા ભી હૈ યા નહી એમ કહીને શરુઆત કરી હતી. ૨૦ મીનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે. જયારે હું ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાર પછી મને આ બીજો અનુભવ છે. હું તો એક અજનબી પુરુષ છું. હું કોઇ પણ પ્રકારનો રસ લઇ રહયો નથી.કારણે જીવનભર મારો પ્રયાસ દુખને સ્વીકારી લેવાનો રહયો છે.

જયારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલું જ છે તે જાણીને ખૂબ દૂખ થયું છે.હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શીબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીજીના રેડિયો પ્રસારણને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો.

ગાંધીજીએ તેમના રેડિયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોને આવી પડેલી પરીસ્થિતિનો ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડિયો અવાજે ભાગલાના ઉંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યુ હતું. આ દિવસને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકસેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


અયોધ્યામાં ભગવાન રામનું અને કલકત્તા-દિલ્હીમાં બનશે નેતાજીનું મ્યુઝિયમ


- રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના દસ્તાવેજોને પ્રદર્શિત કરાશ

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્માએ જાણકારી આપી કે સરકાર દિલ્હી અને કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું સંગ્રહાલય બનાવશે.
નેતાજી સાથે જોડાયેલ યાદગાર સામગ્રીઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેની જાણકારી આપતા તેમણે કહ્યું કે બંગાળની ધરતીના આ મહાન સ્વતંત્રતા સેનાની વિશે લોકોને જાણકારી આપવા માટે સરકારે મ્યૂઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

નેતાજી દ્વારા ગઠિત ઈન્ડિયન નેશનલ આર્મીનું એક શાનદાર સંગ્રહાલય દિલ્હીમાં બનાવવામાં આવશે. જે માટે ડીડીએ સાથે જમીન વિશેની વાત કરવામાં આવી છે. આ સિવાય કલકત્તાના પ્રાચીન રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સંગ્રહાલય બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. કલકત્તાના સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સિવાય રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જી સાથે જોડાયેલ ઐતિહાસિક દસ્તાવેજોને પ્રદર્શિત કરવામાં આવશે.

કેન્દ્રીય સંસ્કૃતિના ઉત્તર પ્રદેશ ત્રણ મ્યુઝિયમ બનાવવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે યુપીમાં 3 સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. મહેશ શર્મા અનુસાર અયોધ્યામાં પ્રભુ રામનું સંગ્રહાલય, અલાહાબાદમાં કુંભ મ્યુઝિયમ અને ગોરખપુરમાં ગુરુ ગોરખનાથનું એક સંગ્રહાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ સંગ્રહાલયને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.