શનિવાર, 27 એપ્રિલ, 2019

માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, જાણો શું છે ફીચર્સ

 
આઠ નવેમ્બર 2016એ નોટબંધી થયા બાદ કરન્સી બદલવાનો જે સિલસિલો શરૂ થયો તે હવે અંતિમ પડાવ પર આવી ગયો છે. 2000, 500, 200, 100, 50, 10 રૂપિયાના નોટ બાદ મોદી સરકારે ચલણમાં રહેલી 20 રૂપિયાની નોટને પણ આખરે બદલવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર નવા નોટના ફીચર્સ શુક્રવારે જાહેર કર્યા છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ થોડા જ સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સિરીજ અનુસાર જારી થનાર આ નોટ પર ઉર્જિત પટેલની જગ્યાએ આવેલા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 
20 રૂપિયાના પહેલેથી ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર
રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યુ કે 20 રૂપિયાના પહેલા ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર બન્યા રહેશે. નવા નોટનો આકાર 63mmx129mm હશે. બાકીના તમામ ફીચર પહેલા જેવા જ રહેશે. જે પહેલાની નોટોમાં છે.
એલોરાની ગુફાઓનું ચિત્ર
રિઝર્વ બેન્ક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 20 રૂપિયાની નવી નોટ થોડી લીલા-પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનારી એલોરાની ગુફાઓનું ચિત્ર છે. 
ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ 500, 2000, 200, 100, 50, 10 રૂપિયાના નોટ પણ જારી કરાઈ ચૂક્યા છે. 20 રૂપિયાની નોટ બદલવાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.
ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાના નોટોની સંખ્યા 4.92 અરબ હતી, જે માર્ચ 2018 સુધી 10 અરબ થઈ ગઈ. આ ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા છે.
 

રાજકોટ - 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાનો 2.22 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર
મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટેની યોજના
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ , કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે.રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવેશન કરીને રાજકોટમાં પૂજ્ય બાપુના જીવનનું વધુ એક નજરાણું ટુરીઝમ માટે આપવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધીએ વર્ષ 1920 માં શરૂ કરેલી અને હાલ જે રાષ્ટ્રીયશાળા સંકુલ છે તે વર્ષ 1924મા તૈયાર થઈ હતી જ્યાં મહાત્મા ગાંધી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યાં હતાં. 66 હજાર ચોરસ મીટર વાળી જગ્યામા ગાંધી સ્મૃતિખંડ , પુસ્તકાલય , ગેસ્ટહાઉસ ,પ્રાથમિક શાળાના વર્ગો વગેરેનો સમાવેશ થાય છે.