ઉત્તર પ્રદેશમાં યોગગુરુ "પતંજલિ"નુ જન્મસ્થળ
- દેશ-વિદેશમાં યોગ દિવસની ઉજવણીની તૈયારી વચ્ચે વાસ્તવિકતા
- ગોંડા જિલ્લાના કોંડર ગામે ૨૨૦૦ વર્ષ પહેલા ગુરુ પતંજલિનો જન્મ થયો હતો
- યોગચાર્યના
જન્મસ્થળે જ યોગનો કાર્યક્રમ નથી થતો!
૨૧મી
જુને દેશ-વિદેશમાં યોગ દિવસ ઉજવાશે, તેની તડામાર તૈયારી ચાલે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનેસ્કો) સત્તાવાર જાહેરાત કર્યા પછી વૈશ્વિક સ્તરે
ફેલાયેલા ભારતીય યોગનું મહત્ત્વ ઓર વધ્યું છે. યોગના સર્જક આચાર્ય પતંજલિ
હતા. યોગસૂત્રની રચના પતંજલિએ કરી હતી. અલબત્ત, યોગ
દિવસની ઉજવણી વચ્ચે યોગગુરુ પતંજલિનું જન્મસ્થળ પ્રાથમિક સુવિધાનો અભાવ ભોગવી
રહ્યું છે.
ઉત્તર પ્રદેશના
ગોંડા જિલ્લામાં આવેલું કોંડર ગામ પંતજલિની જન્મભૂમિ છે.
અહીં
તેમના જન્મ સ્થળને સાચવવા માટે સ્થાનિક લોકોએ ભેગા થઈને પતંજલિ જન્મભૂમિ ન્યાસની
સ્થાપના કરી છે.
પરંતુ ફંડના અભાવે અહીં કોઈ વિકાસ કામગીરી થઈ શકી નથી.
ભગવદાચાર્યના
કહેવા પ્રમાણે ૨૨૦૦ વર્ષ પહેલા મહર્ષિ પતંજલિએ લખેલા વિવિધ ગ્રંથોમાં પોતાના
જન્મસ્થળનો ઉલ્લેખ કર્યો હતો. એ ઉલ્લેખમાં મહર્ષિએ પોતાને ગોંનાદીર્ય ગણાવતા હતા. ઉત્તર
પ્રદેશમાં અયોધ્યા અને શ્રાવસ્તી વચ્ચેના વિસ્તારને ગોનાર્દ કહેવામાં આવતુ હતું.
ઈસવીસન પૂર્વે બીજી સદીમાં એટલે કે ૨૨૦૦ વર્ષ પહેલા પતંજલિ અહીં જન્મ્યા હોવાની
માન્યતા છે.
ઘણા
યોગ સંશોધકો અભ્યાસ કે જીજ્ઞાસાવશ લખનૌથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા ગામ પહોંચે છે.
પરંતુ તેમના માટે અહીં કોઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. યોગનો આંતરરાષ્ટ્રીય સ્તરે
પ્રચાર થયા પછી અહીં પ્રવાસીઓ વધ્યા છે.