મંગળવાર, 19 જૂન, 2018

18 વર્ષના લાંબા સમયની રાહ બાદ આ રાજ્યની થશે રણજી ટ્રોફીમાં એન્ટ્રી




- BCCIની 9 સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટિએ નિર્ણય કર્યો નવી

BCCIએ આગામી સત્રમાં રાજ્યના ઘરેલુ ક્રિકેટમાં એન્ટ્રી પર નજર રાખવા માટે 9 સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટિએ નિર્ણય કર્યો છે કે, હવે ઉત્તરાખંડની એક ટીમ રણજી ટ્રોફીમાં રમશે.

અઢાર વર્ષ જેટલા લાંબા સમયની રાહ બાદ હવે ઉત્તરાખંડની રણજી ટ્રોફીમાં એન્ટ્રી થઇ છે. સોમવારે બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, ઉત્તરાખંડ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરશે.

9 સભ્યોની સમિતિમાં રાજ્યના વિભિન્ન ક્રિકેટ સંઘોના 6 સભ્યો અને ઉત્તરાખંડ સરકારન એક નોમિનેટેડ સભ્ય હશે. આ સિવાય હાલમાં જ નિવૃત્ત થયેલા રત્નાકર શેટ્ટી સહિત BCCIના બે પ્રતિનિધિઓ હશે. વિનોદ રાયે જણાવ્યું કે, ઉત્તરાખંડના દરેક વિરોધી સંઘોએ પરસ્પરના મતભેદો ભૂલાવી દીધા છે. જેથી કરીને રણજી ટ્રોફીમાં રાજ્યની ટીમની ભાગીદારી નિશ્ચિત થાય. એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં BCCIના પ્રતિનિધિ પણ હશે. જે આગામી અઠવાડિયાથી કામ કરશે.


બેઠકમાં COA સભ્ય ડાયના એડૂલ્જી અને BCCIના CEO રાહુલ જોહરી પણ ઉપસ્થિત હતા. BCCIની ટેક્નીકલ સમિતિએ બિહાર અને પૂર્વોત્તરની ટીમને આગામી સત્રથી સામેલ કરવાનો નિર્ણય કર્યો છે જેથી રણજી ટ્રોફીમાં ટીમોની કુલ સંખ્યા 36 થશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો