ગુજરાતમાં ૬૬,૦૦૦ અને સુરત જિલ્લામાં
૨૨૦૦ જેટલા સિકલસેલ પીડિત છે
- આજે વિશ્વ સિકલસેલ દિવસ
- લોહીની ખામીથી થતો સિકલસેલ આદિવાસી
જાતિમાં વધુ જોવા મળે છે
- આજે સિવિલમાં જાગૃતિ કાર્યક્રમ અને રક્તદાન
કેમ્પ
સિકલસેલ રોગ
લોહીની ખામીથી થાય છે. ગુજરાતમાં આ રોગથી ૬૬૦૦૦ વ્યક્તિઓ પીડાય છે. જેમાં સુરત
જીલ્લામાં ૨૦૦ થી વધુ દર્દીઓ છે.
સુરત નવી સિવિલ
હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. અશ્વીનભાઈ વસાવાએ કહ્યું કે સિકલસેલ વારસાગત રોગ
છે. આ રોગમાં લોહીની ખામી સર્જાય છે. સામાન્ય રીતે આ રોગ આદીવાસીઓમાં થાય છે.
સિકલસેલ રોગ મુખ્યત્વે આફ્રીકા અને એશીયાના દેશોમાં જોવા મળે છે.
વર્ષ ૨૦૦૮ થી
લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી તા. ૧૯ મી જૂને વર્લ્ડ સિકલ સેલ દિવસ તરીકે
મનાવવામાં આવે છે.
ગુજરાતમાં અંદાજીત આ રોગના ૬૬૦૦ દર્દીઓ છે. જેમાં સુરત જીલ્લામાં
૨૨૦૦ થી વધારે દર્દીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૮ માં નવી સિવિલ હોસ્પિટલ અને જીલ્લા
પંચાયત સુરત દ્વારા ૧૮૦૦ જેટલા સિકલસેલના દર્દીઓને તપાસ કરી સારવાર આપીને
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરત જીલ્લામાં ૧૬૩ દંપત્તિ
સિકલસેલથી પીડાઈ છે
સુરત જિલ્લા
પંચાયતના ઓફિસર ડો. પિયુષ શાહે કહ્યું કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન સુરત જિલ્લામાં
સિકલસેલના રોગ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૬૩ દંપત્તિઓ આ રોગથી પીડાઈ
છે. જેમાં ૧૨૩ દંપત્તિના બાળકોને આ બિમારી માટે નિદાન કરાયું હતું.
૧૨૩ મહિલાના
ગર્ભમાં રહેલા શિશુને સિકલસેલની બિમારીની તપાસ કરી સારવાર આપી હતી. જેમાંથી ૧૨
બાળકોમાં આ રોગની ખામી હોવાની શોધવામાં આવી હતી. તે પૈકી ૪ બાળકના ગર્ભપાત કરવામાં
આવ્યા હતા.
જો કે બાળકમાં
રોગની ખામી ધરાવતા જાણવા મળે તો તેના માતા-પિતા કે પરિવારજનો આ રોગ અંગે
સમજાવવામાં આવે છે. બાદમાં પરિવારની સંમત્તિ બાદ ગર્ભપાત કરવામાં આવ્યું હતું. આ
રોગ અંગે કાઉન્સેલરો દ્વારા જાગૃત્તિ ફેલાવી માર્ગદર્શન આપવામાં આવે છે.
સિકલ સેલમાં ધ્યાનમાં રાખવા જેવી
બાબતો
ડોક્ટરની સુચના
મુજબ ફોલીક એસીડ, દર્દશામક દવા, મેલેરીયાની દવા નિયમિત લેવી, વધારે પ્રવાહી લેવું,
નિયમિત રસીકરણ બીની રસી મૂકવી, સામાન્ય તકલીફ
હોય તો પણ તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એવું ડો. અશ્વીનભાઈ વસાવાએ કહ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો