-19 જૂન 1970માં જન્મ
થયો હતો
રાહુલ ગાંધી
આજે કોંગ્રેસ પાર્ટીનાં સૌથી ઉંચા પદ પર છે પરંતુ રાહુલ ગાંધીની આ સફર એટલી સરળ પણ
નથી.
રાહુલ ગાંધી
જ્યારે 14 વર્ષનાં હતા ત્યારથી તેમના દાદી ઈન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકો દ્વારા
ગોળી મારી હત્યા કરી દેવામા આવી હતી.રાહુલ ગાંધીએ ઘણી વખત આ વાતનો જાહેરમાં ઉલ્લેખ
પણ કર્યો છે કે આ ઘટનાની તેમના પર ખૂબ ઉંડી અસર થઈ છે કારણ કે પ્રિયંકા અને રાહુલ
બન્ને સાથે ઈન્દિરા ગાંધીને ખૂબ લાગણી હતી.
ઈન્દિરા
ગાંધીનાં મૃત્યુ વિશે વાત કરતા રાહુલ જણાવે છે કે મને બેડમિન્ટન રમવાનો બહુ શોખ છે,મારી દાદીનાં ઘરમાં બેડમિન્ટન શિખવાડવા માટે બે પોલિસ જવાનો રાખ્યા હતાં
જે દાદીની સુરક્ષા માટે રખાયેલ હતા,એક દિવસ આ જવાનો એ જ મારી
દાદીની હત્યા કરી નાખી બસ ત્યારથી મારા જીવનની શાંતી છિનવાઈ ગઈ.
ત્યાર બાદ
રાહુલ 1991 માં જ્યારે 21 વર્ષનાં હતા ત્યારે જ તેમના પિતા
રાજીવ ગાંધીની ચિતાને આગ આપવી પડી.
આ તમામ ઘટના
માંથી બહાર આવી રાહુલે 2004માં 34 વર્ષની ઉંમરે પહેલી વખત અમેઠીમાંથી સાંસદ બન્યાં.
રાહુલ ગાંધી
સેંટ સ્ટીફન કૉલેજ દિલ્હી,હાર્વર્ડ કૉલેઝ અને રોલિન કૉલેઝ
ફ્લોરિડા અને કૈમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે.
જાન્યુઆરી 2013માં રાહુલ ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનાં અધ્યક્ષનાં બની પદભાર
સંભાળ્યો.હા એ વાત જુદી છે કે રાહુલે પદભાર સંભાળ્યા પછી લગભગ 30 થી પણ વધુ ચૂંટણીઓ માં હાર મળી છે.
રાહુલનું મોસાળ
ઈટાલીમાં છે.રાહુલની માતા સોનિયા ગાંધીનું જન્મસ્થળ આ જ છે.આ શહેર વેનિસથી લગભગ 100 કીમી દૂર છે. રાહુલ ગાંધી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી બ્રિટનમાં મેનેઝમેન્ટ
કંસલ્ટેટની નોકરી કરી ચુક્યા છે.
પાર્ટીમાં
રાહુલ ગાંધીની તાજપોશી પછી પાર્ટીમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે.પૂર્વ અધ્યક્ષ
સોનિયા ગાંધીની સક્રિયતા હવે પાર્ટીમાં ઓછી થઈ ગઈ છે.રાહુલ હવે ફ્રન્ટફુટ પર રમવા
લાગ્યા છે.
પાર્ટીને પૂરા
જોશ સાથે આગળ વધારે છે.તાજુ ઉદાહરણ જોઈએ તો કર્ણાટકમાં ભાજપને બહુમતી હોવા છતાં
સતાથી દૂર રાખવામા સફળ થયા હતાં તથા 2019 માટે તમામ
વિપક્ષોને એક મંચ પર લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો