મંગળવાર, 19 જૂન, 2018

અમેરિકાએ બનાવ્યુ દુનિયાનું સૌથી પાવરફુલ સુપર કોમ્પ્યુટર


- એક સેકન્ડમાં 2 લાખ ટ્રિલયન ગણતરી કરી શકે છે

- સુપર કોમ્પ્યુટરમાં 4608 સર્વર, એક કરોડ GBની મેમરી

અમેરિકન વૈજ્ઞાનિકોએ બનાવેલા દુનિયાના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરને પહેલી વખત દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે.

આ સુપર કોમ્પ્યુટર એક સેન્ડમાં 2 લાખ ટ્રિલિયન(એક ટ્રિલયન એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે એકડા ઉપર બાર મીંડા) ગણતરી કરી શકે છે. તેની આ ક્ષમતાના કારણે એનર્જી, એડવાન્સ મટિરિયલ, અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં રિસર્ચમાં નોંધપાત્ર મદદ મળશે.

અમેરિકાના એનર્જી વિભાગની ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા આ કોમ્પ્યુટર બનાવાયુ છે. જેને સમિટ નામ આપવામાં આવ્યુ છે. અગાઉના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ટાઈટન કરતા પણ તે આઠ ગણુ વધારે પાવરફુલ છે.


કોમ્પ્યુટરમાં 4608 સર્વર જોડવામાં આવ્યા છે. દરેક સર્વર 22 કોર આઈબીએમ પાવર 9 પ્રોસેસરથી સજ્જર છે. કોમ્પ્યુટરની મેમરી 10 પેટાબાઈટ છે (એક પેટાબાઈટ બરાબર 10 લાખ જીબી)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો