શુક્રવાર, 14 એપ્રિલ, 2017

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક

Image result for national park valley of flowers images


ભારતનો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર નેશનલ પાર્ક કે જે પશ્ચિમ ઉચ્ચ હિમાલયમાં આવેલો છે, આ પાર્ક અલ્પાઈન ફૂલ અને ઘાસના મેદાનોવાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાણી જેમ કે એશિયાઈ કાળા રીંછ, હિમ ચિત્તો કથ્થાઇ રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે.  આ પાર્ક ૮૭.૫૦ ચોરસ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહક વનસ્પતિ શાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોમાં પણ આની સુંદરતા વર્ણવી છે. અહીં ઉગતા અલ્પાઈન ફૂલોની  અદ્ભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે. ૧૯૮૨માં વેલી ઓફ ફ્લાવર્સને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું સૌથી ઊંચું સ્થાન ગૌરી પર્વત છે જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૬૭૧૯મી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો