Monday, 12 February 2018

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી

- સાઉદીની એડનોક કંપની સાથે ડીલ કરી છે
- આ ડીલના કારણે દેશની ઉર્જાની માંગ પૂરી કરી શકાશે

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી 


ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડ કંપનીની ખરીદી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદીના પ્રવાસ બાબતે ભારતે કાચા તેલના ઉત્પાદનને લઈને સાઉદી સાથે મોટા કરાર કર્યા છે.
ભારતીય તેલ કંપનીઓએ સાઉદીની તેલ કંપની એડનોકની સાથે 60 કરોડ ડૉલરમાં આ ડીલ કરી છે. આ કંપનીઓને લોયર જકુમ ફિલ્ડમાં 10 ટકાનો ભાગ આપવામાં આવ્યો છે.
આ ભાગથી ના માત્ર દેશની વધતી ઉર્જાની માંગ પૂરી કરી શકાશે, પરંતુ આ સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું છે ડીલ?

સરકાર સંચાલિત ONGCની સબસિડી ઓએનજીસી વિદેશ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સબસિડી ભારત પેટ્રોરિસોર્સે આ ડીલ કરી છે. આ ડીલ અનુસાર આ કંપનીઓએ 60 કરોડ ડૉલર આપીને એડનોકના અબુ ધાબીમાં આવેલ ઓઈલ ફિલ્ડમાં 10 ટકા ભાગ ખરીદ્યો છે.
આ પહેલી વાર છે, જ્યારે ભારતીય કંપનીઓએ સાઉદીમાં આટલી મોટી ડીલ કરી છે. અબુ ધાબીના તેલ ભંડારમાં ભાગ ખરીદનાર કંપનીઓને કાચુ તેલ આપવામાં આવે છે. આ તેલ તેમને પોતાના ભાગના બદલે આપવામાં આવેલ ટેક્સ અને રોયલ્ટી પેમેન્ટસને મળે છે.

નેશનલ એનર્જી પૉલિસી ડોક્યુમેન્ટ અનુસાર 2040 સુધી ભારતની કુલ એનર્જી ઈમ્પોર્ટ 36-55 ટકા થઈ જશે. 2012માં આ માત્ર 31 ટકા હતો. આ માંગ દેશની જનસંખ્યા વધારવા અને શહેરીકરણ થવાથી વધશે. એવામાં આ ડીલ આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં ઘણી મદદગાર સાબિત થશે.

જે તેલ ભંડારમાં ભારતીય કંપનીઓએ ભાગીદારી ખરીદી છે. તેની ક્ષમતા 4 લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદનની છે. વાર્ષિક 2 કરોડ ટન તેલ તૈયાર કરે છે.
વર્ષે આ પ્રોડક્શનમાં ભારતીય કંપનીઓની ભાગીદારી 20 લાખ ટનની હશે. આ ફિલ્ડનો ટારગેટ 2025 સુધી પ્રોડક્શન 4 લાખથી વધીને 450000 બેરલ પ્રતિદિન કરવાનો છે. આવુ થવા પર ભારતીય કંપનીઓના શેર પણ વધશે.

ગત દિવસોમાં તેલની કિંમતોમાં સતત વધારો થવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. જેના કારણે દેશમાં પેટ્રોલની કિંમતો 80 રૂપિયાને પાર પહોંચી છે. ડીઝલ પણ આ વખતે 67ને પાર પહોંચ્યુ છે.

આ ડીલના કારણે કંપનીઓને ક્રૂડ ઓઈલ ડિમાન્ડને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળશે. આ ડીલ આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. હાજર સમયમાં ભારત કાચા તેલની પોતાની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે.
એપ્રિલ-નવેમ્બર 2017ની વચ્ચે 13.46 કરોડ મેટ્રિક ટનની સમગ્ર ડિમાન્ડમાં ઘરેલુ પ્રોડક્શનની ભાગીદારી માત્ર 17.4 ટકા હતી. ભારત પોતાના તેલની જરૂરિયાત માટે 83 ટકાથી વધારે આયાત પર જ ટક્યુ છે. આ ડીલ નિર્ભરતાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે

-૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮નાજ આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરાયું


મહાત્મા ગાંધીની સમાધિ  દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે  
૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮. ભારતીય ઈતિહાસની તવારીખમાં આ તારીખ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બરાબર ૭૦ વર્ષ અગાઉ આ દિવસે 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હીના રાજઘાટ ઉપરાંત કચ્છના આદિપુરમાં પણ આવેલી છે. અલબત્ત, સરકારના ઉદાસીન વલણને કારણે આદિપુરમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. 
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમની અમુક અસ્થિનું અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમમાં ૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮ના વિસર્જન કરવામાં આવ્યું હતું. 
આ સિવાય અસ્થિના અમુક ભાગને દેશમાં વિવિધ સ્થાને તેમના મિત્રો-પરિવારના સભ્યોને મોકલવામાં આવી હતી. આ પૈકી ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ, નવી દિલ્હીમાં રાજઘાટ બાદ મહાત્મા ગાંધીની અન્ય એક સમાધિ માત્ર ગુજરાતના આદિપુરમાં આવેલી છે. ૧૨ ફેબુ્રઆરીના આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવાઇ અને તે જ દિવસે ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીધામ આઝાદી બાદ થયેલા ભાગલાને કારણે વસેલું શહેર છે. આ શહેરનું નામકરણ ગાંધીજીની સમાધિને કારણે ગાંધીધામ કરવામાં આવ્યું છે. આ શહેરને વસાવવા માટે મહાત્મા ગાંધીની પણ ભૂમિકા રહી હતી. ભાગલા બાદ ભારતનો સિન્ધ પ્રાંત પાકિસ્તાનમાં જતા રહેતા સિંધીઓ ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસિતોના પુનઃવસન માટે મહાત્મા ગાંધીના કહેવાથી કચ્છના મહારાવે ૧૮ હજાર એકર જમીન ફાળવી હતી.
મહાત્મા ગાંધીની વિચારધારા સર્વોદયને આધારે જ આદિપુરની રચના થયેલી છે. કેમકે, ત્યાં વિવિધ જાતિના લોકો એક જ વિસ્તારમાં સાથે રહે છે. મહાત્મા ગાંધીની આ સમાધિના દર્શનાર્થે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવો આવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધીની આદિપુર ખાતેની સમાધિ ઉપેક્ષાનો ભોગ
આદિપુર ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિના દર્શન માટે દેશ-વિદેશથી ખૂબ જ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ક્યારેય ગાંધીજીની આ સમાધિનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ સુદ્ધા થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન કે સ્વતંત્રતા દિવસે આ સમાધિમાં ફૂલ અર્પણ કરવા પણ કોઇ નેતા ફરક્તા નથી.

હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં..

- મસ્જિદની મુલાકાત પણ લેશે


હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય પ્રવાસમાં આજે ઓમાનના મસ્કતમાં ભગવાન ભોળાનાથની શરણે પહોંચ્યા હતા. તેઓએ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આજે શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે.
આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યો હતો.