સોમવાર, 8 જાન્યુઆરી, 2018

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન કપિલ દેવનો બર્થ ડે – 6th Jan


- કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો

- નિવૃત્તીના બે દાયકા છતા પણ કપિલ દેવ સારો એવો ચાહક વર્ગ ધરાવે છે


ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર અને ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનનોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવનારા કપિલ દેવનો આજે જન્મદિવસ છે. કપિલ દેવ આજે 59 વર્ષના થઇ ગયા છે. કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959 ના રોજ ચંદીગઢ ખાતે થયો હતો. તેમને ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે અને તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 1983નો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. કપિલ દેવે પોતાની 16 વર્ષની કારર્કિદીમાં 134 મેચ રમ્યા હતા જેમાં 8 સદી સાથે 5248 રન અને 434 વિકેટ સામેલ છે. તે સમયની સૌથી મજબૂત માનવામાં આવતી વેસ્ટ ઇન્ડિઝની ટીમને વર્લ્ડ કપમાં પરાસ્ત કરી 1983નો વર્લ્ડ કપ ખિતાબ ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ પોતાના નામે કરી હતી. તે મેચમાં ભારતીય ટીમે માત્ર 183 રન બનાવ્યા હતા. જે વેસ્ટ ઇન્ડિઝ માટે ખુબ નાનો પડકાર હતો પરંતુ કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ અને સારી બોલિંગના કારણે આ ખિતાબ પોતાના નામે કરી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાના સમયમાં સૌથી માહેર ખેલાડી તરીકે ઓળખ પામેલા કપિલ દેવ ખુબ સાહસી તેમજ એક સારા માર્ગદર્શક રહ્યા છે. 1994માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારબાદ તેઓ ભારતીય ટીમમાં કોચ તરીકે પણ રહ્યા હતા.પોતાના આગવા અંદાજના કારણે આજે પણ ખુબ સારો ચાહક વર્ગ ધરાવતા કપિલ દેવ આજે 59 વર્ષના થયાં છે. તેમના ચાહકો દ્વારા આજે તેમને શુભેચ્છાઓ વરસાવવામાં આવી રહી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો